Home /News /business /Adani Group: બજાર ખૂલતા પહેલા અદાણી ગ્રુપનું મોટું પગલું? શું ફરી શેર ઉછળશે

Adani Group: બજાર ખૂલતા પહેલા અદાણી ગ્રુપનું મોટું પગલું? શું ફરી શેર ઉછળશે

અદાણી ગ્રુપે એવું પગલું ભર્યું કે શેરના ભાવ રોકેટ બની શકે, તૈયાર રહેજો

Adani Group Latest News: અદાણી ગ્રુપે પોતાના રોકાણકારોના વિશ્વાસને વધારવા માટે ફરી એક મોટું અને સાહસિક કહી શકાય તેવું પગલું ભર્યું છે. કંપનીએ 31 માર્ચ 2023ની મર્યાદા પહેલા જ માર્જિન લિંક્ડ શેર સમર્થિત ફાઈનાન્સિંગના 2.15 બિલિયન ડોલરની ચૂકવણી કરી દીધી છે.

વધુ જુઓ ...
મુંબઈઃ અદાણી ગ્રૂપે (Adani Group) માહિતી આપી છે કે તેણે 31 માર્ચ, 2023ની સમયમર્યાદા પહેલા $2.15 બિલિયનના માર્જિન લિંક્ડ શેર બેક્ડ ફાઇનાન્સિંગ (Loan Against Share)ની સંપૂર્ણ ચુકવણી પૂર્ણ કરી છે. આ ઉપરાંત, પ્રમોટર્સે અંબુજા એક્વિઝિશન માટે ફાઇનાન્સિંગ માટે લીધેલા $500 મિલિયનની ફેસેલિટી પણ પરત કરી દીધી છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઇક્વિટી ફાળો વધારવા પ્રમોટરોની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.

અગાઉ એવા અહેવાલ હતા કે અદાણી ગ્રુપ દેવું ઘટાડવા માટે અંબુજા સિમેન્ટમાં 4-5 ટકા હિસ્સો $450 મિલિયનમાં વેચવા માટે વૈશ્વિક ધિરાણકર્તાને ઔપચારિક વિનંતી કરવાનું વિચારી રહ્યું છે. પ્રમોટરોએ હવે અંબુજા અને ACC માટે $6.6 બિલિયનની કુલ સંપાદન કિંમતમાંથી $2.6 બિલિયન ચૂકવ્યા છે. $2.65 બિલિયનનો સમગ્ર પ્રીપેમેન્ટ પ્રોગ્રામ 6 અઠવાડિયામાં પૂર્ણ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ફક્ત 20 હજારથી શરુ કરો આ બિઝનેસ, લાખોની કમાણી સાથે ક્યારેય મંદી નહીં આવે

રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવાના પ્રયાસો


એક અહેવાલ અનુસાર, અદાણી ગ્રુપે સ્થાનિક ધિરાણકર્તાને કહ્યું છે કે તે તેના કેટલાક સૂચિત રોકાણોને રોકી રાખશે અને જ્યાં કામ શરૂ થઈ ગયું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. 10 માર્ચના રોજ એક અહેવાલમાં જણાવાયું હતું કે અદાણી ગ્રુપ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને પગલે રોકાણકારોનો ગ્રુપમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ મોટાભાગે ઉજ્જડ કહેવાતા આ વિસ્તારના ખેડૂતનો કમાલ, એક વીઘામાં 6 લાખની કમાણી!

ગત અઠવાડિયે એવા સમાચાર આવ્યા હતા કે અદાણી ગ્રુપે 9 માર્ચે 500 મિલિયન ડોલરની બ્રિજ લોન પણ ચૂકવી દીધી છે. તો બીજી તરફ LICના ટોચના મેજમેન્ટે પણ અદાણી ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથેની મુલાકાત બાદ ગ્રુપના કારોબારમાં પોતાનો વિશ્વાસ કાયમ હોવાનું જણાવ્યું હતું.



(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Adani Group, BSE Sensex, Business news, Earn money, Share market, Stock market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો