અમદાવાદઃ નાણાંકિય વર્ષના છેલ્લા દિવસે Gold-Silverના ભાવમાં બોલાયો મોટો કડાકો, જાણો નવા ભાવ

અમદાવાદઃ નાણાંકિય વર્ષના છેલ્લા દિવસે Gold-Silverના ભાવમાં બોલાયો મોટો કડાકો, જાણો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

નાણાંકિય વર્ષના છેલ્લા દિવસે અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા વચ્ચે અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડવાના કારણે ભારતીય સરાફા બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો.

  • Share this:
    અમદાવાદઃ નાણાંકિય વર્ષના (Financial year) છેલ્લા દિવસે અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા વચ્ચે અમેરિકી ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયો (Indian rupee) નબળો પડવાના કારણે ભારતીય સરાફા બજારમાં (Indian bullion market) બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયા અને સોનામાં 400 રૂપિયાનો ઘટાડો થયો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 31 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો થતાં એક ચોરસા 64,500 રૂપિયા અને ચાંદી રૂપું 64,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 31 March 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 45,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 45,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

    આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં બુધવારે સોનાના ભાવમાં 118 રૂપિયાનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ સોનું એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ 43,925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ પહેલા કારોબારી સત્રમાં સોનું 44,113 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 771 રૂપિયાનો ઘટાડો થતાં 62,441 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

    વૈશ્વિક સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું 1684 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી છે. જોકે ચાંદી 24.09 ડોલર પ્રતિ ઔંસ ઉપર રહી છે.



    કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો?
    HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા વચ્ચે અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડવાના કારણે ભારતીય સરાફા બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. આજે ડોલરની તુલનાએ રૂપિયો 20 પૈસા ઘટીને 73.58ના સ્તરે રહ્યો હતો. ડોલરની મજબૂતી વચ્ચે ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જમાં લોકોએ અત્યારના ભાવમાં ભારે વેચવાલી કરી છે.
    Published by:ankit patel
    First published:March 31, 2021, 22:07 pm

    ટૉપ ન્યૂઝ