અમદાવાદઃ હોળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, બે મહિનામાં વટાવશે રૂ.48,000ની સપાટી, જાણો આજના ભાવ

અમદાવાદઃ હોળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, બે મહિનામાં વટાવશે રૂ.48,000ની સપાટી, જાણો આજના ભાવ
પ્રતિકાત્મક તસવીર

સોનાની કિંમતોમાં આ ઘટાડો વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોના કારણે છે. બ્રેન્ટ ક્રૂડ આ વર્ષે ઉનાળામાં 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચશે. આગામી બે મહિનામાં સોનામાં રોકાણ કરવું સોનેરી તક છે.

 • Share this:
  અમદાવાદઃ જો તમે હોળી (holi 2021) પર સોનાની ખરીદી કરવાનું વેચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હોળી પહેલા ભારતમાં સોના-ચાંદીની કિંમતોમાં (Gold-Silver price today) ઘટાડો નોંધાયો છે. ભારતમાં શનિવારે 22 કેરેટ સોના ભાવ 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગયા હતા. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમા સોના-ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયા (Silver price today) અને 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો (Gold price today) સુધારો થયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે બે મહિનામાં જ સોનું 48000ની સપાટી વટાવશે.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 27 March 2021) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં એક ચોરસા 66,000 રૂપિયા અને ચાંદી રૂપું 65,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, શુક્રવારે ચોરસા 65,500 રૂપિયા અને ચાંદી રૂપું 65,300 રૂપિયાની સપાટીએ સ્થિર રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 27 March 2021) આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,500 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જોકે, શુક્રવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,400 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યુંહતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  48,000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું
  જાણકારોના મત પ્રમાણે સોનાની કિંમત વર્તમાનમાં 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વર્તમાનમાં સોનાના મૂલ્યમાં 44,400 રૂપિયાથી 45,200 રૂપિયા વચ્ચે રહે છે. એમસીએક્સ ઉપર 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે. નિષ્ણાંત અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે આગામી બે મહિનામાં સોનું 48000 રૂપિયા જવાની આશા છે. જ્યારે બે મહિનામાં 70,000 રૂપિયાથી લઈને 72,000 રૂપિયા વચ્ચે હશે. એક અન્ય જાણકાર પ્રમાણે સોનામા વધારે તેજી આવવાની આશા છે. 45,500 રૂપિયાના સ્તરને પાર કરીને 48,000 રૂપિયા પહોંચશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  સોનામાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક?
  કોમોડિટીના જાણકાર પ્રમાણે સોના અને ચાંદીના સેન્ટીમેન્ટ્સ સકારાત્મક છે. રોકાણકારોએ સોના અને ચાંદીના રોકાણ બનાવી રાખવાની સલાહ આપે છે. સોનાની કિંમત MCX ઉપર 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જવાની આશા છે. જોકે, ચાંદીની કિંમત 72,000 રૂપિયા ઉપર પહોંચવાની શક્યતા છે.  આઈઆઈએફએલ સિક્યોરિટીઝમાં કોમોડિટી અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીની કિંમતો ઉપર વાત કરતા કહ્યું કે સોનાની કિંમતોમાં આ ઘટાડો વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોના કારણે છે. બ્રેન્ટ ક્રૂડ આ વર્ષે ઉનાળામાં 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચશે. આગામી બે મહિનામાં સોનામાં રોકાણ કરવું સોનેરી તક છે.
  Published by:ankit patel
  First published:March 27, 2021, 18:44 pm

  ટૉપ ન્યૂઝ