અમદાવાદઃ નાણાંકિય વર્ષના પહેલા દિવસે Gold-Silverના ભાવમાં તોતિંગ ઉછાળો, ફટાફટ જાણો આજના latest rate

અમદાવાદઃ નાણાંકિય વર્ષના પહેલા દિવસે Gold-Silverના ભાવમાં તોતિંગ ઉછાળો, ફટાફટ જાણો આજના latest rate
પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં ચાલું ઉથલપાથની ભારે અસર બંને કિંમતી ધાતુઓમાં જોવા મળી રહી છે.

 • Share this:
  અમદાવાદઃ આજે પહેલી એપ્રિલ (1st April) નાણાંકિય વર્ષનો પહલો દિવસ છે. અમેરિકન ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયામાં (Indian rupee) ચાલું ઉથલપાથની ભારે અસર બંને કિંમતી ધાતુઓમાં જોવા મળી રહી છે. વૈશ્વિક અસરના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) પણ તેજી જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયા (Silver Price today) અને 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો (Gold Price today) તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 1 April 2021) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં એક ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રૂપું 64,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જો કે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો થતાં એક ચોરસા 64,500 રૂપિયા અને ચાંદી રૂપું 64,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 1 April 202) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો તોતિંગ ઉછાળો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,500 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જોકે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 45,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 45,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 881 રૂપિયાનો વધારો થતાં સોનું 99.9 45 હજાર રૂપિયાની નજીક પહોંચ્યું છે. રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો નવો ભાવ 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં પણ 1071 રૂપિયાનો વધારો થતાં ચાંદીનો નવો ભાવ 63,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

  આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

  વૈશ્વિક સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રીય સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું વધીને 1791 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી 24.48 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યાં હતા.



  સોના-ચાંદીમાં કેમ આવી અચાનક તેજી?
  HDFC સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોટિડી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે આજે સોનું નિચા સ્તરથી તેજી તરફ વળ્યું છે. અમેરિકન ડોલરની તુલનાએ ભારતી રૂપિયામાં ચાલું ઉથલપાથની ભારે અસર બંને કિંમતી ધાતુઓમાં જોવા મળી રહી છે. ન્યૂયોર્કે કોમોડિટી એક્સચેન્જમાં લોકો નીચા સ્તરેથી ભારે ખરીદી કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.
  Published by:ankit patel
  First published:April 01, 2021, 20:16 pm

  ટૉપ ન્યૂઝ