દિવાળી પહેલા હીરો મોટોકોર્પના આ મોડલ પર મળી રહી છે આકર્ષક છૂટ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

Hero Motocorpના આ મોડલ્સ પર 7 હજાર રૂપિયા સુધીના ફેસ્ટિવ કેશ બેનેફિટ મળશે

Hero Motocorpના આ મોડલ્સ પર 7 હજાર રૂપિયા સુધીના ફેસ્ટિવ કેશ બેનેફિટ મળશે

  • Share this:
    નવી દિલ્હીઃ દિવાળી પહેલા ટૂ-વ્હીલર કંપની કસ્ટમર્સને આર્કર્ષિત કરવા માટે રોજ નવી ઓફર્સ (Festive Offers)ની જાહેરાત કરી રહ્યા છે. હીરો મોટોકોર્પ (Hero Motocorp)એ પણ દિવાળી પહેલા (Diwali 2020) આ ક્રમમાં પોતાની સ્કૂટીના Maestro Edge 110, Destini 125, Maestro Edge 125, Pleasure+ અને બાઇકના Splendor+, Super Splendor, Splendor iSmart, HF Deluxe પર આકર્ષક ઓફરની જાહેરાત કરી છે.

    હીરો ફેસ્ટિવ કેશ બેનિફિટ- હીરો મોટોકોર્પ (Hero Motocorp)ના આ મોડલને ખરીદવા પર આપને 2100 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. તેની સાથે આપને 3 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ ટોપ બેનિફિટ અને 2 હજાર રૂપિયા સુધી લોયલ્ટી ટોપ અપ બેનેફીટ મળશે. આ ઉપરાંત આપને 2 હજાર રૂપિયા સુધીની LTC બેનેફિટ મળી શકે છે.

    આ પણ વાંચો, BSNLનો જોરદાર પ્લાન! 425 દિવસ માટે મળશે 1275 GB ઇન્ટરનેટ ડેટા, કોલિંગ અને અનેક સેવાઓ ફ્રી

    હીરોનો વધારાનો ફાયદો- હીરો મોટોકોર્પ (Hero Motocorp)એ 499 રૂપિયામાં 5500 રૂપિયાના રિવોર્ડ્સ અને સર્વિસ બેનેફિટની જાહેરાત કરી છે. જો તમે Paytmથી ચૂકવણી કરો છો તો આપને 7500 રૂપિયાનું કેશબેક મળશે. બીજી તરફ તમે આ મોડલને EMI પર ખરીદો છો અને તેની ચૂકવણી ICICI ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કરશો તો આપને 5 હજાર રૂપિયા ફેસ્ટિવ બોનસ મળશે.

    આ પણ વાંચો, ફેસ્ટિવ સીઝનમાં HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! મળશે કેશબેક સહિત અનેક ઓફર્સ

    આ પણ વાંચો, આ સુંદર ગામમાં વસવા માટે મળી રહ્યા છે 38.60 લાખ રૂપિયા, 1500 લોકો કરી ચૂક્યા છે અરજી

    જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ- હીરો મોટોકોર્પ (Hero Motocorp)ના આ મોડલને તમે 4999 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકો છો. આ વાહનો પર આપને 6.99 ટકાના દરથી વ્યાજ આપવું પડશે. બીજી તરફ આપને આ મોડલ પર 7 હજાર રૂપિયા સુધીના ફેસ્ટિવ કેશ બેનેફિટ પણ મળશે.
    Published by:Mrunal Bhojak
    First published: