અમદાવાદઃ આજે Gold થયું મોંઘું, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ

News18 Gujarati
Updated: October 31, 2020, 7:31 PM IST
અમદાવાદઃ આજે Gold થયું મોંઘું, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકા-ચીન વ્યાપાર તણાવ અને ભારત-ચીન સીમા ગતિરોધ આ માહોલમાં માત્ર અનિશ્ચિતતાને વધારી રહ્યા છે. આ બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વએ સંકેત આપ્યા છે.

  • Share this:
અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં ચાલતી અનિશ્ચિતતાની અસર સોના-ચાંદીના (Gold-Silver today price) ભાવમાં દેખાય છે. વૈશ્વિક સોના-ચાંદીના ભાવની અસર સ્થાનિક બજારોમાં જોવા મળે છે. આજે શનિવારમાં અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સોનાના ભાવમાં (Gold price today) સુધારો જોવા મળ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી પાછલા (Silver price today) બંધ ભાવે સ્થિર રહી હતી.

અમદાવાદ ચાંદીનો ભાવ (Silver price in Ahmedabad)
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 31th october 2020) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં દિવસ દરમિયાનના કારોબારમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યા હતા. જ્યારે શુક્રવારે પણ એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

અમદાવાદ સોનાનો ભાવ
આ ઉપરાંત અમદવાદમાં (Gold Price Today, 31th October 2020) આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,400 રૂપિયાના લેવલે પહોંચ્યું હતું. જોકે, શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતીશું વધી શકે છે સોનાના ભાવ?
કોરોનાના વધતા કેસ અને અનિશ્ચિતતા સોનાની કિંમતમાં વધારા માટે કારણ બની શકે છે. એવામાં કેન્દ્રીય બેન્ક ભવિષ્યને ધ્યાનમાં રાખી વધારેમાં વધારે સોનાની ખરીદી કરી રહી છે. આ બાજુ, અમેરિકા-ચીન વ્યાપાર તણાવ અને ભારત-ચીન સીમા ગતિરોધ આ માહોલમાં માત્ર અનિશ્ચિતતાને વધારી રહ્યા છે. આ બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વએ સંકેત આપ્યા છે કે, વ્યાજદરોમાં 2023 સુધી શૂન્યની આસપાસ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ-પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા

આ પણ વાંચોઃ-Good News: ગ્રાહકો WhatsAppથી કરી શકશે LPGનું બુકિંગ, આવી સરળ રીતથી કરો Booking

શું તમારે સોનામાં રોકાણ કરવું જોઈએ?
રોકાણકારોએ સોનામાં રોકાણ કરતા પહેલા એ જરૂર જાણી લેવું જોઈએ કે, આ એક લાંબાગાળાનો ઉપાય છે, ગોલ્ડ માત્ર અલ્પકાલિન લાભ માટે ના ખરીદવું જોઈએ. કેમ કે, છેલ્લા 15 વર્ષમાં સોનું લગભગ 7000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વધી રહ્યું છે.એવામાં રોકાણકારે પોતાના સોનાના પોર્ટફોલિયોમાં 5-10 ટકા વચ્ચે ક્યાંય પણ રોકાણ કરવું જોઈએ. દિવાળી છતા, રોકાણકારોએ માસિક અથવા ત્રિમાસિક આધાર પર સમય-સમય પર સોનામાં રોકામ કરતા રહેવું જોઈએ. કોઈએ પણ સોનામાં એક સાથે રોકાણ કરવાથી બચવું જોઈએ.
Published by: ankit patel
First published: October 31, 2020, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading