અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળી પર તગડી કમાણીની તક

News18 Gujarati
Updated: October 29, 2020, 7:20 PM IST
અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળી પર તગડી કમાણીની તક
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના પગલે ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં વધતી ચિંતાના પગલે બુધવારે ડોલર એક મહિનાની ઉંચાઈ ઉપર આવ્યો હતો. જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો દેખાયો હતો.

  • Share this:
અમદાવાદઃ અમેરિકી ડોલરમાં (American dollar) આવેલી મજબૂતીના પગેલ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ફરીથી ઘટાડો આવ્યો છે. આ સાથે અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. દિલ્હી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 121 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે એક કિલો ચાંદીમાં 1277 રૂપિયાનો (silver price today) કડાકો બોલાયો હતો. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારમાં સોનાના ભાવ એક મહિનાના નિચા સ્તરે ઉપર આવી ગયા છે. કોરોનાના (coronavirus) પગલે ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં વધતી ચિંતાના પગલે બુધવારે ડોલર એક મહિનાની ઉંચાઈ ઉપર આવ્યો હતો. જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો દેખાયો હતો. આગામી સપ્તાહે પણ સોનાના ભાવમાં દબાણ રહેવાની આશંકા છે.

અમદાવાદ ચાંદીનો ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 29th october 2020) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જો કે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો કડાકો થતાં ચાંદી ચોરસા 62,000 અને ચાંદી રૂપું 61,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

અમદાવાદ સોનાનો ભાવ
આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price Today, 29th October 2020) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,400 રૂપિયાના સ્તરે રહ્યું હતું. જોકે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં દિવસ દરમિયાનના કારોબારના અંતે કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,500 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં લેસપટ્ટીનો વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, શરીરસુખ માણવા જતાં બે લાખ રૂપિયા ગુમાવ્યા, કેવી રીતે ફસાયો?દિલ્હીમાં સોનાનો ભાવ (Gold Price in Delhi)
ગુરુવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો થતાં 99.9 સોનું 50,630 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું. આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 50,751 રૂપિયા ઉપર બંધ રહ્યો હતો.

દિલ્હીમાં ચાંદીનો ભાવ (Silve Price in Delhi)
આ ઉપરાંત દિલ્હી બજારમાં ગુરુવાર એક કિલો ચાંદીના ભાવમાં 1277 રૂપિયાનો કડાકો બોલાતા નવો ભાવ 60,098 રૂપિયાએ પહોંચ્યો હતો. આ પહેલાના કારોબારી સત્ર એટલે કે બુધવારે ચાંદીનો ભાવ 61,375 રૂપિયા રહ્યો હતો.

આ પણ વાંચોઃ-પુરુષોમાં જીવલેણ બીમારી 'Vexas' ફેલાવાનો ખતરો! રોજ તાવ આવવા સહિત આવા છે લક્ષણો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રી બજારમાં સોનાનો ભાવ 1878 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ગોલ્ડમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુએસડી ગોલ્ડ ફ્યૂચર્સ દબાણ વગર 1879.60 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 0.1 ટકાની સામાન્ય તેજી આવતા 23.43 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.

આ પણ વાંચોઃ-covid-19 અંગે વિશ્વ માટે મોટી રાહત! ઉધરસ કે છીંક ખાવાથી નથી ફેલાતો corona, અભ્યાસમાં દાવો

દિવાળી ઉપર મળશે તગડી કમાણીની તક, જાણો ક્યાં અને કેવી રીતે?
આગામી મહિને એવા લોકો પાસે સોનામાંથી બેગણી કમાણી કરવાની તક છે. જેમણએ સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB - Sovereign Gold Bonds)માં સૌથી પહેલા રોકાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2015માં લોન્ચ થયેલા સોવરેન ગોલ્ડ બોન્ડની પ્રીમેચ્યોર રિડેમ્પ્શનનો સમય નવેમ્બર 2020માં પુરો થઈ જશે. એ સમયે ગોલ્ડ બોન્ડનો ભાવ 2683 રૂપિયા પ્રતિ ગ્રામ હતો.

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન (IBJA - Indian Bullion & Jewellers Association) આ સમયે સોનાનો ભાવ 5135 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જોકે, આ પહેલા ગોલ્ડ બોન્ડના 5 વર્ષ પૂરા થઈ જશે. આવામાં ફિજિકલ ફોર્મ અથવા ઓનલાઈન ગોલ્ડ બોન્ડ ખરીદનાર રોકાણકાર આને રિડિમ કરી શકે છે.પાછલા 5 વર્ષમાં કેટલો થયો ગોલ્ડ બોન્ડ ઉપર ફાયદો?
ગોલ્ડ રિડિમ કરવા ઉપર સોનાનો ભાવ IBJA દ્વાર રજૂ કરેલા 999 સોનાના આધારે હશે. વર્તમાન કિંમતની વાત કરીએ તો જેમણે આમાં સૌથી પહેલા રોકાણ કર્યું હતું. તેમણે આશરે 90 ટકા સુધીનો ફાયદો મળશે. ગત પાંચ વર્ષણાં દર વર્ષે આશરે 14 ટકાનો લાભ થયો છે.
Published by: ankit patel
First published: October 29, 2020, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading