સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ

News18 Gujarati
Updated: October 28, 2020, 7:40 PM IST
સતત બે દિવસના ઘટાડા બાદ Gold-Silverના ભાવમાં ફરી તેજી, જાણો અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ
પ્રતિકાત્મક તસવીર

ડોલરની તુલનાએ રૂપિયામાં આવેલી કમજોરીની અસર ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં દેખાઈ રહી છે.

  • Share this:
અમદાવાદઃ સોનામાં સતત બે દિવસના ઘટાડા બાદ આજે તેજી તરફ રહ્યું છે. સાથે સાથે ચાંદીની કિંમતોમાં (Gold-Silver Price today) પણ તેજી આવી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાની કિંમતોમાં 188 રૂપિયો સુધારો જોવા મળ્યો હતો જ્યારે એક કિલો ચાંદીની કિંમતોમાં 342 રૂપિયા વધારો રહ્યો હતો. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીના ભાવમાં (Silver Rate today) ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Rate today) પાછલા બંધ ભાવે સ્થિર રહ્યો હતો.

નિષ્ણાંતોનું માનવું છે કે વિદેશી શેર બજારોમાં ઘટાડના પગલે અને ડોલરમાં નરમાઈ આવતા સોનામાં તેજી જોવા મળી છે. આ પહેલા સોમવારે દિલ્હી બજારમાં સોનાના ભાવ 59 રૂપિયા ઘટીને 51,034 પ્રતિ 10 ગ્રામ થયા હતા. ચાંદી પણ 753 રૂપિયા ઘટીને 61,008 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી હતી. જ્યારે મંગળવારે સોનામાં 137 રૂપિયાનો ઘટાડો જ્યારે ચાંદીમાં 475 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

અમદાવાદ ચાંદીનો ભાવઃ

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 28th october 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો કડાકો થતાં ચાંદી ચોરસા 62,000 અને ચાંદી રૂપું 61,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજ

અમદાવાદ સોનાનો ભાવઃઆ ઉપરાંત અમદાવાદમાં (Gold Price Today, 28th October 2020) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં દિવસ દરમિયાનના કારોબારના અંતે કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,500 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. જોકે, મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,500 રૂપિયાના ભાવે પહોંચી ગયું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ Dy CM નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર ભાજપનો જ કાર્યકર્તા, કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા

દિલ્હીમાં સોનાનો ભાવ- (Gold Price in Delhi):
બુધવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 188 રૂપિાય પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો નવો ભાવ 51,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો હતો. આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 51,032 રૂપયા ઉપર બંધ રહ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૈભવી દારૂની મહેફિલ કેસ! નીરવને દારૂ સપ્લાય કરનાર ચિરાગ જૈસ્વાલની ધરપકડ, એક IPS સાથે છે સારા સંબંધ

દિલ્હીમાં ચાંદીનો ભાવ (Silver Price in delhi):

આજના સોમવારના ચાંદીના ભાવની વાત કરીએ તો દિલ્હી બજારમાં આજે ચાંદીમાં સુધારો નોંધાયો હતો. એક કિલો ચાંદીના ભાવમાં 342 રૂપિયાનો સુધારો થતાં 62,712 રૂપિયા પ્રતિકિલોગ્રામ ઉપર પહોંચી હતી. ડોલરની તુલનાએ ભારતીય રૂપિય1 6 પૈસા ઘટ્યો હતો. અને 73.87 ઉપર બંધ થયો હતો. બુધવારે ડોમેસ્ટીક ઈક્વિટી માર્કેટમાં ડોલરમાં જબદસ્ત વેચવાલી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક બજારમાં સોનાનો નવો ભાવ 1906.70 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે વૈશ્વિક ચાંદી 24.45 ડોલર પ્રતિ ઔંસના નવા ભાવની સપાટીએ બંધ રહી હતી.



કેમ આવી સોના-ચાંદીમાં તેજીઃએચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલરની તુલનાએ રૂપિયામાં આવેલી કમજોરીની અસર ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં દેખાઈ રહી છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading