Home /News /business /મકાન ખરીદતા પહેલા જાણી લો RERA એક્ટની માહિતી અને તમને મળતા લાભ, કરો સુરક્ષિત રોકાણ
મકાન ખરીદતા પહેલા જાણી લો RERA એક્ટની માહિતી અને તમને મળતા લાભ, કરો સુરક્ષિત રોકાણ
મકાન ખરીદતા પહેલા જાણો RERA ACT વિશે માહિતી અને લાભ
Advantages of RERA act: વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તે પહેલાં ડેવલપર્સ અને બિલ્ડરો ખરીદકર્તા પાસેથી પ્રોપર્ટીની કિંમતની 10% કરતાં વધુ રકમની માંગણી ન કરી શકે. નિયત તારીખ પર પઝેશન ના મળે તો ખરીદદારો પોતાના સંપૂર્ણ પૈસા પરત મેળવી શકે છે અથવા રોકાણ કરી શકે છે.
નવી દિલ્હીઃ Real Estate Regulatory Authority (RERA) એક્ટ, 2016થી અસ્તિત્વમાં આવ્યો છે. RERA એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર ખરીદનારાઓને રક્ષણ આપવાનો છે. 10 માર્ચ 2016ના રોજ રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. RERA એક્ટ 1 મે 2016ના રોજ અમલમાં મુકલામાં આવ્યો હતો, તે સમયે 92 વિભાગોમાંથી માત્ર 52 નોટિફાઈ કરવામાં આવ્યા હતા. બાકી રહેલ જોગવાઈઓ 1 મે 2017 ના રોજ અમલમાં મુકવામાં આવી હતી.
- 31 ઓક્ટોબર 2016ના રોજ, HUPA (હાઉસિંગ એન્ડ અર્બન પોવર્ટી એલિવિએશન) મંત્રાલયે રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016ના સામાન્ય નિયમો બહાર પાડ્યા હતા.
- આ તમામ નિયમો ચંદીગઢ, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી તથા આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોને લાગૂ પડે છે.
RERAના કેટલાક મહત્વના મુદ્દાઓ
સિક્યોરિટી
RERA એક્ટ હેઠળ ખરીદદારો અને રોકાણકારોના ઓછામાં ઓછા 70% નાણાં અલગ એકાઉન્ટમાં રાખવામાં આવશે. આ પૈસા બિલ્ડરોને બાંધકામ અને જમીન સંબંધિત ખર્ચ માટે જ ફાળવવામાં આવશે. વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તે પહેલાં ડેવલપર્સ અને બિલ્ડરો ખરીદકર્તા પાસેથી પ્રોપર્ટીની કિંમતની 10% કરતાં વધુ રકમની માંગણી ન કરી શકે.
ટ્રાન્સપરન્સી
બિલ્ડરોએ પોતાના શરૂ કરેલા તમામ પ્રોજેક્ટ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે. ખરીદનારની સંમતિ વિના બિલ્ડરો પ્લાનમાં કોઈ પણ ફેરફાર ન કરી શકે.
RERA એક્ટ અનુસાર ડેવલપર્સે સુપર બિલ્ટ અપ એરિયા નહીં, પરંતુ કાર્પેટ એરિયા અનુસાર પ્રોપર્ટી વેચવાની રહેશે. નિયત તારીખ પર પઝેશન ના મળે તો ખરીદદારો પોતાના સંપૂર્ણ પૈસા પરત મેળવી શકે છે અથવા રોકાણ કરી શકે છે.
ક્વોલિટી
મકાન ખરીદીના 5 વર્ષના સમયગાળામાં ખરીદદાર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરે તો, બિલ્ડરે તે સમસ્યાનો 30 દિવસમાં નિકાલ લાવવો જરૂરી છે.
ઓથારાઈઝેશન
રેરામાં રજીસ્ટર કર્યા વિના જાહેરાત, વેચાણ, રોકાણ અથવા પ્લોટ બુક કરી શકાતો નથી. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામ જાહેરાતોમાં RERA દ્વારા પ્રદાન કરાયેલ અનન્ય પ્રોજેક્ટ મુજબનો નોંધણી નંબર હોવો જરૂરી છે.
- રિઅલ એસ્ટેટના સંદર્ભમાં જવાબદારી અને ટ્રાન્સપરન્સીમાં વૃદ્ધિ થાય તે માટે રેરાની સ્થાપના કરવામાં આવી હતી.
- વિવાદોનું નિવારણ લાવવા માટે ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમની સ્થાપના. એપેલેટ ટ્રિબ્યુનલ અને નિર્ણાયક અધિકારીઓ દ્વારા વિવાદોનું નિવારણ લાવવામાં આવશે.
- તમામ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનું RERA સાથે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જો ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદાકીય પગલા લેવામાં આવશે.
- પ્રમોટર રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં તમારા મોટાભાગના અધિકારો અને જવાબદારીઓ તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવા ઈચ્છે તો, RERA ની લેખિત મંજૂરી અને બે તૃતીયાંશ ફાળવણીની લેખિત મંજૂરીની જરૂરિયાત રહે છે.
- જો ખરીદદાર અથવા પ્રમોટર તરફથી કોઈ પણ ડિફોલ્ટ હશે, તો તે બંનેએ સમાન દરે વ્યાજ ચૂકવવાનું રહેશે.
- જે જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે, તે જમીન પર કોઈ દાવો કરે અને ખરીદનારને કોઈ નુકસાન થાય તો, પ્રમોટરે પ્રોપર્ટી ખરીદનારને વળતર આપવાનું રહે છે. વળતરની રકમ અંગે કોઈ લિમિટ નક્કી કરવામા આવી નથી.
- જો કોઈ વ્યક્તિને પ્રમોટર, ખરીદનાર અથવા એજન્ટ દ્વારા આ કાયદાની જોગવાઈઓ અથવા નિયમોના ઉલ્લંઘન અંગે કોઈ સમસ્યા હોય, તો તે વ્યક્તિ રેરામાં ફરિયાદ નોંધાવી શકે છે.
- જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોય ત્યારબાદ તપાસ ચાલી રહી હોય તે, સમયે RERA એજન્ટ, પ્રમોટર અથવા ખરીદનારને કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ રાખવાથી રોકી શકાય છે.
- જો ફરિયાદ અંગે RERAના કોઈપણ નિર્ણયો સંતોષકારક ન હોય, તો પીડિત પક્ષ એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી દાખલ કરી શકે છે.
- જો પ્રમોટર રેરાના આદેશોનું પાલન ના કરે તો પ્રમોટરે દંડ તરીકે મિલકતની કિંમતના 5% સુધીની રકમ ચૂકવવાની રહે છે.
- જો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશોનું પાલન કરવામાં ના આવે તો બિલ્ડરે દંડ ભરવાનો રહે છે. સજાની જોગવાઈ હેઠળ 3 વર્ષ સુધીની કેદ થઈ શકે છે અથવા દંડ (પ્રોજેક્ટની કિંમતના 10% સુધી) ચૂકવવાનો રહે છે.
- જો કોઈ કંપની ACT હેઠળ ગુનો કરે તે સમયે જે વ્યક્તિ બિઝનેસ સંભાળતો હોય તે વ્યક્તિ અને કંપનીને દોષિત ગણીને તેને સજા સંભળાવવામાં આવે છે.
RERAના ફાયદા
કાર્પેટ એરિયાનું સ્ટાન્ડર્ડાઈઝેશન
RERAનો નિયમ આવ્યા પહેલા મકાનની કિંમતમાં સુપર બિલ્ટ અપ એરિયાની કિંમતને પણ શામેલ કરવામાં આવતી હતી. હવે માત્ર કાર્પેટ એરિયાની કિંમતની ગણતરી કરવામાં આવે છે.
મોટાભાગના પ્રમોટરો અને ડેવલપર્સ એક જ સમયે અનેક પ્રોજેક્ટ પર કામ કરતા હતા. જેના કારણે એક પ્રોજેક્ટની રકમ અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવતી હતી. RERA એક્ટ બાદ એક પ્રોજેક્ટની રકમનો ઉપયોગ અન્ય પ્રોજેક્ટમાં કરી શકાતો નથી. પ્રોજેક્ટની રકમની 70% રકમ અલગ બેન્કમાં જમા કરાવવાની રહે છે. એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ દ્વારા સર્ટીફિકેટ આપ્યા બાદ જ તે રકમનો ઉપયોગ કરી શકાય છે.
એડવાન્સ પેમેન્ટ
નિયમો અનુસાર બિલ્ડર ખરીદનાર પાસેથી પ્રોજેક્ટની કિંમતના 10% થી વધુ એડવાન્સ અથવા એપ્લિકેશન ફી તરીકે લઈ ના શકે.
ખરીદકર્તાના અધિકારો
પઝેશન મેળવ્યું તેના 5 વર્ષની અંદર જો કોઈપણ પ્રકારની ખામી સામે આવે તો બિલ્ડરે એક પણ રૂપિયો લીધા વિના આ ખામીને દૂર કરવાની રહે છે.
જો પઝેશન મળવામાં વાર લાગે તો બિલ્ડરે ખરીદકર્તાને વ્યાજ ચૂકવવું પડશે. અથવા પઝેશન મળ્યા બાદ ખરીદકર્તા ચૂકવણી કરવામાં વાર કરે તો ખરીદકર્તાએ બિલ્ડરને વ્યાજ ચૂકવવાનું રહેશે.
ખરીદકર્તાના અધિકારો
જે પ્રમાણે નક્કી કર્યું તે અનુસાર કામકાજ ના હોય તો ખરીદકર્તા એડવાન્સ ચૂકવેલ રકમ રિફંડ મેળવી શકે છે. કેટલાક કેસમાં બિલ્ડરે વ્યાજ પણ આપવાનું રહે છે.
પઝેશન મેળવતા સમયે ખરીદકર્તાને ખબર પડે કે, પ્રોપર્ટીના ટાટલમાં ખામી છે, તો ખરીદકર્તા પ્રમોટર પર વળતર મેળવવાનો દાવો કરી શકે છે. આ રકમની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી.
માહિતીનો અધિકાર
ખરીદનારને પ્રોજેક્ટ અંગેની તમામ માહિતી મેળવવાનો હક છે. જેમાં લેઆઉટ, એક્ઝીક્યુશન અને કમ્પ્લેશન સ્ટેટ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર