ધનતેરસના એક દિવસ પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

ધનતેરસના એક દિવસ પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
પ્રતિકાત્મક તસવીર

રૂપિયામાં નરમાઇ અને તહેવારોમાં માંગમાં થયેલી વૃદ્ધિથી સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ ધનતેરસ 2019 (Dhanteras 2019) ઉપર સોનું ખરીદવું શુભ માનવામાં આવ છે. જો તમને આ દિવસે સોનાની ખરીદી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો આજના ભાવ જાણવા તમારા માટે અગત્યના છે. ધનતેરસના એક દિવસ પહેલા જ સોનાના ભાવમાં (Gold Prices Today)ઉછાળો આવ્યો છે. ગુરુવારે દિલ્હી સોના ચાંદી બજારમાં (Gold silver market) 10 ગ્રામ સોનાના ભાવમાં 75 રૂપિયા મોંઘું થયું છે. આ સાથે જ ચાંદીમાં (Silver) પણ તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવ (Silver Prices Today)110 રૂપિયા પ્રતિ કિલોએ વધ્યા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે, તહેવારોની સિઝનમાં માંગમાં થયેલા વધારાના પગલે સોના-ચાંદીના ભાવમાં ચમક ફરથી જોવા મળી છે.

  સોનાની નવી કિંમતો


  ગુરુવારે દિલ્હી જવેરી બજારમાં સોનાના ભાવામાં રૂ. 75નો વધારો થતાં સોનું રૂ. 38,945 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું. ગત કારોબારી દિવસોમાં સોનાનો ભાવ રૂ. 38,870 પ્રતિ દસ ગ્રામ ઉપર બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-બ્રિજ નીચે ફસાયું પ્લેન, ટ્રક ડ્રાઇવરે આપ્યો આવો Idea, પછી શું થયું જુઓ Video

  ચાંદીની ચમક વધી
  ચાંદી 110 રૂપિયા ઉછળીને રૂ. 46,410થી વધીને રૂ. 46,520 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી હતી. વૈશ્વિક બજારમાં સોનું 1490 ડૉલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 17.52 ડૉલર પ્રતિ ઔંસ ઉપર રહી હતી.

  આ પણ વાંચોઃ-બાંગ્લાદેશમાં મહિલા સાંસદે 13 ટેસ્ટ માટે રાખ્યી 8 હમસકલ, સ્ટિંગથી ખૂલી પોલ

  સોના-ચાંદીમાં તેજીનું કારણ
  HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં નરમાઇ અને તહેવારોમાં માંગમાં થયેલી વૃદ્ધિથી સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ફેસ્ટિવ સિઝનની માંગના કારણે ફાયદો મળશે. ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદી બંને કિંમતી ધાતુઓમાં નરમાઇ રહી છે.

  આ પણ વાંચોઃ-બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, નવા ચહેરાઓને તક

  ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક
  આ સપ્તાહે કેન્દ્ર સરકાર ગોલ્ડ બોન્ડની પોતાની એપને સક્સક્રિપ્શન માટે બજારમાં લાવશે. સૉવરેન ગોલ્ડ બોન્ડ 2019-20 સિરિઝ 6 કીશની શરૂઆત 21 ઑક્ટોબરે થશે.જે 25 ઑક્ટોબર સુધી ખુલ્લી રહેશે. આ ગોલ્ડ બૉન્ડમાં ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ સોના માટે થઇ શકે છે. રિઝર્બ બેન્કે આ વખતે એક ગ્રામ ગોલ્ડ બૉન્ડનો ભાવ 3835 રૂપિયા રાખ્યો છે. જેમાં ઑનલાઇન રોકાણ કરનાર રોકાણકારોને પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે.
  First published:October 24, 2019, 18:32 pm

  टॉप स्टोरीज