Home /News /business /Beekeeping business: ઓછી મૂડીએ વધુ નફો આપતો વ્યવસાય, લાખોની કમાણી, સરકાર આપશે 85 ટકા સબસીડી

Beekeeping business: ઓછી મૂડીએ વધુ નફો આપતો વ્યવસાય, લાખોની કમાણી, સરકાર આપશે 85 ટકા સબસીડી

પ્રતિકાત્મક તસવીર

how to earn money: મધમાખીના ઉછેર અંગે જાણકારી આપવામાં આવી છે. આ કામ તમે ઓછામાં ઓછા પૈસા રોકીને શરૂ કરી શકો છો અને મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ કારોબાર શરૂ કરવા માટે તમને સરકારી સબસીડી પણ મળી શકે છે.

business tips: કોરોના મહામારીના કારણે ધંધો બંધ થઈ ગયો હોય કે નોકરી ગુમાવી હોય તેવા લોકો માટે આજે અહીં સારો બિઝનેસ આઈડિયા (New business Idea) આપવામાં આવ્યો છે. જેનાથી તમે મહિને 5 લાખથી જેટલી કમાણી કરી શકશો. આ ઉપરાંત  સરકાર દ્વારા આ વ્યવસાય માટે સબસીડી પણ પૂરી પાડવામાં આવશે.

આજ અમે અહીં ખેતી સંબંધિત  બિઝનેસ આઈડિયા (Agriculture Business Ideas) લઈને આવ્યા છીએ. જેમાં તમે ઓછામાં ઓછા પૈસા રોકીને (Small level business) વધુ પૈસા કમાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, કૃષિ સેક્ટરમાં(Agri Business)માં સફળતાની અનેક તકો રહેલી છે. આ ક્ષેત્રને મહામારીની અસર પણ થતી નથી. દેશના આર્થિક વિકાસના પાયામાં આ ક્ષેત્રનું યોગદાન સૌથી વધ છે.

અહીં મધમાખીના ઉછેર (Beekeeping business) અંગે જાણકારી આપવામાં આવી છે. આ કામ તમે ઓછામાં ઓછા પૈસા રોકીને શરૂ કરી શકો છો અને મહિને લાખો રૂપિયા કમાઈ (Earn Money) શકો છો. આ કારોબાર શરૂ કરવા માટે તમને સરકારી સબસીડી પણ મળી શકે છે. તો ચાલો આ કારોબાર કઈ રીતે શરૂ કરવો, કેટલી કમાણી થશે તે સહિતની વિગતો જાણીએ.

મધમાખી ઉછેરનો કારોબાર એટલે શું? (What is Beekeeping business?)
મધમાખી ઉછેરના વ્યવસાયથી ઘણા લોકો કમાઈ રહ્યા છે. આ ઓછી મૂડીનો સ્થાનિક ઉદ્યોગ છે. આ બિઝનેસ કરીને સમાજના દરેક વર્ગના લોકો લાભ મેળવી શકે છે. મધમાખી ઉછેર કૃષિ અને બાગાયતી ઉત્પાદનમાં પણ વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. મધમાખીઓ મોન સમુદાયમાં રહેતા જંતુ વર્ગના જંગલી જીવ છે. મધમાખીને તેમની આદતો અનુસાર કૃત્રિમ ગ્રહ (મધપૂડો)માં રાખવા, તેમને ઉછેરવા અને મધ તથા મીણ વગેરે મેળવવાની કામગીરીને મધમાખી ઉછેર અથવા મૌન પાલન કહેવાય છે. આ ક્ષેત્રને સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર માનવામાં આવે છે. પરંતુ જ્યારથી કૃષિમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે, ત્યારથી કૃષિ ક્ષેત્રની પાંખો વિસ્તરી છે.

આવી રીતે શરૂ કરો કારોબાર? (How to start Beekeeping business)
સૌપ્રથમ મધમાખી કોલોની જાળવવામાં મદદ મળે તે માટે મધમાખી ઉછેર કરનારા વ્યાવસાયિક સંગઠનો પાસેથી વિસ્તાર-વિશિષ્ટ માહિતી મેળવો. પ્રાદેશિક મધમાખીના રોગો કે મધમાખીને અસર કરતી અન્ય જીવાતોની પણ માહિતી મેળવો. મધમાખી ઉછેર માટે સપોર્ટ માહિતી વિશે જાણો. હાલના મધમાખીના સ્થાનો અને તમારા વિસ્તારમાં સામાન્ય રીતે ઉત્પાદિત થતા મધના પ્રકારો વિશે પૂછપરછ પણ કરવી જોઈએ.

પ્લાન ઘડવા પણ કોઇપણ બિઝનેસ મોડેલનો મહત્વનો ભાગ છે. સૌપ્રથમ પ્રથમ ઉત્પાદન બાદ મધમાખીના કાર્યનું મૂલ્યાંકન કરો. મધમાખીઓના સ્વાસ્થ્યની તપાસ કરો. તમારી મધપૂડો જાળવણી ટેક્નિકને સુધારવા માટે મધમાખી ઉછેર કરનાર સંગઠન સાથે કામ કરો. તમારા મધ અને મીણની આવક સાથે તમારા ખર્ચની સરખામણી કરો અને ઉત્પાદનમાં વધારો કરવા માટે તમારે મધમાખીઓનો જથ્થો વધારવો જોઈએ કે કેમ? તેનું મૂલ્યાંકન કરો.

આ વ્યવસાય શરૂ કરવા તમે શહેર કે નગરના સ્થાનિક તંત્ર પાસેથી બિઝનેસ લાયસન્સ લઈ શકો છો અને અન્ય મંજૂરી બાબતે પૂછપરછ પણ કરી શકો છો. મધમાખી સંબંધિત ઉત્પાદનોના વેચાણ માટેનું લાઇસન્સ મેળવવા મહેસૂલ વિભાગનો સંપર્ક કરો અને રાજ્ય મધમાખી ઉછેરના કાયદાઓ અંગે કૃષિ વકીલની સલાહ લો.

મધમાખી પાલનનું માર્કેટ કેવું છે?
મધની સાથે તમે બિઝવેક્સ, રોયલ જેલી, પ્રોપોલિસ અથવા મધમાખી ગુંદર, મધમાખી પરાગ જેવી વસ્તુઓનું વેચાણ પણ કરી શકો છે. આ બધી જ વસ્તુઓ લોકો માટે ફાયદાકારક છે અને બજારમાં ખૂબ મોંઘા મળે છે. એટલે કે, માર્કેટમાં ખૂબ માંગ છે. ચાલો અહીં ઉત્પાદનની વેલ્યુ કેટલી હોય છે તે અંગે જાણકારી મેળવીએ.

મધ (Honey)- અમુક ઓર્ગેનિક મધની કિંમત વધુ હોય છે. પણ મોટાભાગે રૂ. 699થી રૂ. 1000 વચ્ચે વેચાય છે
મધમાખીનું મીણ (Bee Wax)- મધમાખી દ્વારા બનતું આ વાસ્તવિક કાર્બનિક મીણ છે. બજારમાં તે રૂ. 300 થી રૂ. 500ના કિલોના ભાવે વચ્ચે વેચાય છે. અહેવાલો મુજબ મધમાખીના ડબ્બામાં 50થી 60 હજાર મધમાખીને રાખી શકાય છે. જેનાથી 1 ક્વિન્ટલ મધનું ઉત્પાદન મેળવી શકાય છે.

આ કારોબારને પ્રમોટ કરવા માટે તમે ઓનલાઈન પ્રચાર કરી શકો છો. ફેસબુક કે લિંકડીનમાં બિઝનેસ પ્રોફાઈલનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ સાથે તમે વ્યવસાયિક જાગૃતિ પણ ફેલાવી શકો છો અને મધથી થતા લાભ અંગે ગ્રાહકોને શિક્ષિત કરવા માટે વેબસાઈટ બનાવી નિયમિત બ્લોગ લખી શકો છો.

મધમાખી પાલન માટે 85 % સબસીડી આપે છે સરકાર
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (Ministry of Agriculture & Farmers Welfare) દ્વારા 'ખેત પેદાશની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે મધમાખીના પાલનનો વિકાસ' (Development of Beekeeping for Improving Crop Productivity) નામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ આ સેક્ટરને વિકસિત કરવું, ઉત્પાદકતા વધારવી, તાલીમ આપવી અને જાગૃતિ ફેલાવવી જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.

નાબાર્ડ (NABARD) સાથે મળીને નેશનલ બી બોર્ડ (NBB) દ્વારા દેશમાં મધમાખી પાલન વ્યવસાયને ફાઈનાન્સ માટેની યોજનાઓ (financing the beekeeper business in India) બનાવાઈ છે. જે આ ક્ષેત્રમાં મહિલાઓની રોજગારી માટે પણ સહાય પૂરી પાડે છે. તમે નજીકની નેશનલ બી બોર્ડ ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો. નોંધનીય છે કે, મધમાખી પાલન માટે સરકાર 80 થી 85% સુધી સબસિડી આપે છે.

કઈ રીતે થશે લાખોની કમાણી?
તમે આ વ્યવસાય ઓછામાં ઓછું રોકાણ કરીને શરૂ કરી શકો છો. તેનાથી તમને રૂ.5 લાખ સુધીનો ફાયદો થશે. હાલ બજારમાં મધની કિંમત રૂ.500 છે. આ કિંમત બ્રાન્ડ મુજબ અલગ અલગ હોય છે. જો તમને દરેક બોક્સમાંથી 1000 કિલો મધ મળતું હોય તો તમારી કમાણી રૂ. 5 લાખ સુધી પહોંચી જશે.

આ પણ વાંચોઃ-ભારતમાં લોકોને બટેટાના બિસ્કિટનું ઘેલું લગાડનાર બાંગ્લાદેશની પ્રાણ કંપનીએ કઈ રીતે મેળવી સફળતા?

આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

જો તમે 50 કોલોની બનાવો તો તમારી આવક રૂ. 2 કરોડ સુધી પહોંચી જશે. આ સરેરાશ આંકડા છે. તમે ઓછી કોલોનીથી પણ ઉત્પાદન કરી શકો છો. આ વ્યવસાય શરૂ કર્યાના અમુક વર્ષોમાં જ તમારી કમાણી કરોડો રૂપિયા થઈ જશે.
Published by:ankit patel
First published:

Tags: Business Tips, Earn money

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन