Business Idea: રેલવેના આ પ્રોજેક્ટ સાથે શરૂ કરી બિઝનેસ, દર મહિને કરો 80,000 રૂપિયાની કમાણી

બિઝનેસ આઇડિયા (પ્રતીકાત્મક તસવીર)

Business Idea: IRCTC એજન્ટ બનવા માટે લઘુતમ લાયકાત ધોરણ-12 હોવી જરૂરી છે. તમે આઈઆરસીટીની વેબસાઇટ મારફતે એજન્ટ બનાવા માટે અરજી કરી શકો છો.

  • Share this:
    મુંબઈ. Business Idea: આજકાલ નોકરી માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ સરકારી નોકરી તો નસિબદારને જ પ્રાપ્ત થઈ રહી છે. કોરોના મહામારી દરમિયાન અનેક લોકોએ નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. આ દરમિયાન અનેક લોકો નાનો મોટો બિઝનેસ શરૂ કરીને આત્મનિર્ભર બન્યા હોવાના કિસ્સા તમે સાંભળ્યા હશે. આજે અમે તમને આવો જ એક આઇડિયા આપી રહ્યા છે. તમે ભારતીય રેલવેના IRCTC સાથે જોડાઈ શકો છો અને મહિને 80 હજાર રૂપિયા સુધીનો કમાણી કરી શકો છો.

    કેવી રીતે થશે કમાણી?

    હકીકતમાં IRCTC તરફથી ટિકિટ માટે એજન્ટની પસંદગી કરવામાં આવે છે. જેમાં ટિકિટ કાપવા પર એજન્ટને કમિશન મળે છે. જેના માધ્યમથીત મે ઈ-ટિકિટનું બુકિંગ કરી શકો છો. જેમાં સ્લીપર ક્લાસની એક ટિકિટ બુક કરવા પર તમને 20 રૂપિયા એસી કારની ટિકિટ બુક કરવા પર 40 રૂપિયા કમિશન મળે છે.

    આ ઉપરાંત 2,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થવા પર 1% કમિશન મળે છે. જેમાં ટિકિટ કાપવનું કોઈ મર્યાદા નથી. જો તમે વધુમાં વધુ ટિકિટ કાપી શકો છો તો તમને મહિને 80,000 રૂપિયાની આવક થશે. જો આ બિઝનેસ ઠંડો પણ પડી ગયો તો પણ તમને મહિના આશરે 40-50 હજાર રૂપિયાની કમાણી થઈ શે.

    એજન્ટ કેવી રીતે બનશો?

    IRCTC એજન્ટ બનવા માટે લઘુતમ લાયકાત ધોરણ-12 હોવી જરૂરી છે. તમે આઈઆરસીટીની વેબસાઇટ મારફતે એજન્ટ બનાવા માટે અરજી કરી શકો છો. ત્યાં તમારે એક ફોર્મ ભરવું પડશે. આ માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર, માન્ય ઇ-મેલ આઈડી, ફોટો, રહેઠાણનો પુરાવો, સંમતિપત્ર વગેરે દસ્તાવેજની જરૂર પડશે. જે બાદમાં વેરિફિકેશન પ્રોસેસ થશે. જે પૂર્ણ થયા બાદ રેલવે તમને આઈડી બનવા માટે અમુક રકમ માંગશે. ઓટીપી અને વીડિયો વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. ડિજિટલ સર્ટિફિકેટ મળ્યા બાદ તમે IRCTCની ફી જમા કરવી પડશે. તમે જેવી ફી જમા કરશો કે IRCTC તમારા એકાઉન્ટ સંદર્ભે તમામ વિગતો તમને ઈ-મેલ પર મોકલી આપશે. જે બાદમાં તમે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકો છો.

    આ પણ વાંચો: Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

    કેટલો ખર્ચ કરવો પડશે?

    બુકિંગ એજન્ટ બનવા માટે અલગ અલગ પ્લાન હોય છે. જેમાં એક વર્ષની એજન્સી માટે 3999 રૂપિયા આપવા પડશે. બે વર્ષની એજન્સી માટે 6999 રૂપિયા આપવા પડશે.

    વધુ માહિતી માટે તમે રેલવે તરફથી અધિકૃત કરવામાં આવેલી વેબસાઇટ (https://www.sionline.co.in/irctc-agent-registration)ની મુલાકાત લઈ શકો છો. એટલું જ નહીં, અહીંથી જ તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: