Home /News /business /Share Market: જાણી લો આ ગજબની યોજના, શેર વધે કે ઘટે તમે નુકસાનમાં નહિ જાઓ
Share Market: જાણી લો આ ગજબની યોજના, શેર વધે કે ઘટે તમે નુકસાનમાં નહિ જાઓ
શેર વધે કે ઘટે તમને નહિ થાય નુકસાન
Share Market: સુરક્ષા ધિરાણ અને ઉધારની મદદથી આ શક્ય છે. ભલે તમારે શેર નકારાત્મક વળતર આપી રહ્યો હોય, પરંતુ આ રસપ્રદ યોજના દ્વારા તમે સુરક્ષિત અને સ્થિર આવક મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે
નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણને લઈને કેટલાક વર્ષોમાં રોકાણકારોની દ્રષ્ટિ બદલાઈ છે. જો કે, મર્યાદિત જાણકારી અને જ્ઞાનના અભાવમાં ઘણા રોકાણકારોએ અહીં રૂપિયા ગુમાવ્યા છે. સામાન્ય રીતે આ ધારણા છે કે, જો તમે કોઈ શેર ખરીદ્યો છે અને તેનો ભાવ વધશે તો નફો થશે. જ્યારે, કિંમતમાં ઘટાડો થવાથી નુકસાન થશે. પરંતુ તે શક્ય છે કે, તમારા શેર ઘટાડામાં હોય તો પણ નફો મળતો રહે?
સુરક્ષા ધિરાણ અને ઉધારની મદદથી આ શક્ય છે. ભલે તમારે શેર નકારાત્મક વળતર આપી રહ્યો હોય, પરંતુ આ રસપ્રદ યોજના દ્વારા તમે સુરક્ષિત અને સ્થિર આવક મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે
શું છે Securities Lending And Borrowing?
‘સુરક્ષા ધિરાણ અને ઉધાર એક એવી મેકેનિઝમ છે જેમાં શેરો કે બોન્ડના માલિક- જે સેબી દ્વારા માન્ય છે - તેમને અસ્થાયી રૂપથી એક ઉધારકર્તાને સ્થાનાંતરિત કરી દે છે. બદલામાં શેર ઉધાર લેનારો વ્યક્તિ કોલેટરલ તરીકે કેટલીક રકમ કે વ્યાજની ચૂકવણી કરે છે. ’
એસએલબી શેર કે સિક્યોરિટીઝ જે ઉધાર આપવા અને ઉધાર લેવા માટે કાયદાકીય રૂપથી સ્વીકૃત પ્લેટફોર્મ છે, 1997માં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને પછી 2012માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.
કોણ કોણ ઉઠાવી શકે SLB યોજનાનો ફાયદો
સેબીએ યોગ્ય વિદેશી રોકાણકારો સિવાય, રિટેલ રોકાણકારો સહિત બધા જ કાયદેસર સ્ટોક એક્સચેન્જ સહભાગીઓને એસએલબી પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે એક રોકાણકારો માત્ર અધિકૃત મધ્યસ્થીના માધ્યમતી જ કરી શકે છે. આ સમયે માત્ર NCL (NSE Clearing Limited) અને BOISL (BSE Clearing Corporation) એમ બે અધિકૃત મધ્યસ્થી છે.
તમારે સંબંધિત સ્ટોક બ્રોકર પાસે તપાસ કરવી પડશે કે, તે એસએલબી ટ્રેડિંગની પરવાનગી આપે છે. જો તે આવું કરે છે તો, તમારે બ, એટલું કરવાનું છે કે, તેમને કલમ યોગ્યતા ફોર્મ માટે પૂછો અને પચી તેને ભરો, તેના પર સહી કરી પછી તેને જમા કરો.
સિક્યોરિટીઝ ધિરાણ અને ઉધાર લેવું એક આવી જ પદ્ધતિ છે, જેના માધ્યમથી રોકાણકાર અન્ય બજાર સહભાગીઓના શેર ઉધાર લઈ શકે છે. ‘એસએલબીમાં, ધિરાણકર્તા અસ્થાયી રૂપતી, તેની સિક્યોરિટીઝ, શેર કે બોન્ડને કોઈ તૃતિય પક્ષ કે ઉધારકર્તાને ઉધાર આપે છે. બદલામાં ઉધારકર્તા અન્ય શેર, બોન્ડ કે રોકડના રૂપમાં કોલેટરલ આપે છે, જે લોનની ચૂકવણી સુરક્ષિત કરી છે. આ ઉપરાંત એસએલબીમાં અન્ય ઘણી શરતો પણ હોય છે જેને તમે સેબીની સાઈટ પર જઈને વાંચી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર