Home /News /business /ચીનની આ કંપનીનો ભારતના સ્માર્ટફોન માર્કેટ પર 40% અંકુશ, ટેક્સ ચોરીના મોટા આરોપોનો કરી રહી છે સામનો
ચીનની આ કંપનીનો ભારતના સ્માર્ટફોન માર્કેટ પર 40% અંકુશ, ટેક્સ ચોરીના મોટા આરોપોનો કરી રહી છે સામનો
ચીનની BBK Electronics પર ટેક્સ ચોરીના આરોપો
બીબીકે ઇલેક્ટ્રોનિક્સ આ નામ તો તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય, પરંતુ સ્માર્ટફોન વાપરવાવાળો દરેક ચોથો ભારતીય આ કંપનીના ફોનને વાપરે છે. આ કંપનીના ફોનની બ્રાન્ડ ઘર-ઘરમાં જાણતી છે.
જો તમને સવાલ પૂછવામાં આવે કે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની કઈ છે, તો તેના જવાબમાં તમે Samsung કે XIOMIનું નામ લેશો. પરંતુ હકીકતમાં સાચો જવાબ કંઈક બીજો જ છે. ચીનની બીબીકે ઇલેક્ટ્રોનિક્સ અત્યારના સમયમાં ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની છે. તેને ભારતનું લગભગ 40% સ્માર્ટફોનનું માર્કેટ કબ્જે કરેલું છે. હવે આ કંપની ટેક્સ ચોરી અને મની લોન્ડરીંગ જેવા આરોપોનો સામનો કરી રહી છે. કંપનીની ઓફિસ પર ED અને DRI છાપા મારી ચુકી છે. આવો જાણીએ કે બેબીકે ઇલેક્ટ્રોનિક્સનું સામ્રાજ્ય કેટલું મોટું છે.
દરેક ઘરમાં છે આ કંપનીનો સ્માર્ટફોન
બીબીકે ઇલેક્ટ્રોનિક્સ આ નામ તો તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય, પરંતુ સ્માર્ટફોન વાપરવાવાળો દરેક ચોથો ભારતીય આ કંપનીના ફોનને વાપરે છે. આ કંપનીના ફોનની બ્રાન્ડ ઘર-ઘરમાં જાણતી છે. હા, બીબીકે ઇલેક્ટ્રોનિક્સની પાસે એક કે બે નહીં, પરંતુ ભારતમાં પાંચ જાણીતી સ્માર્ટફોન બ્રાન્ડ છે. Vivo, Oppo, Oneplus, Realme અને IQOO આ બધી જ સ્માર્ટફોન બ્રાન્ડ બીબીકે ઇલેક્ટ્રોનિક્સની છે.
બીબીકે કંપનીએ મલ્ટી બ્રાન્ડ સ્ટ્રેટેજી વાપરીને લગભગ દરેક સેગ્મેન્ટના ગ્રાહક માટે એક સ્માર્ટફોન બ્રાન્ડ બનાવી છે. મીડ રેન્જ સ્માર્ટફોન અથવા એમ કહો કે સેલ્ફી લવર્સ માટે Vivo અને Oppo છે. જ્યારે શાઓમીને ટક્કર આપવા માટે અને પ્રીમિયમ રેન્જમાં કંપનીએ Realme બ્રાન્ડને ક્રિએટ કરી છે. ઓછી કિંમતમાં મહત્વના ફિચર્સ આપતી પ્રીમિયમ ફોન સેગમેન્ટમાં કંપની પાસે Oneplus જેવી બ્રાન્ડ છે, તો ગેમિંગના શોખીનો માટે તેમની પાસે IQOO બ્રાન્ડ છે.
ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપ
તાજેતરમાં બીબીકે ઇલેક્ટ્રોનિક્સની બે બ્રાન્ડ પર ભારતમાં ટેક્સ ચોરી અને મની લોન્ડરીંગના આરોપ લાગ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (DRI) આ બંને બ્રાન્ડની તપાસ ચાલુ કરી દીધી છે. ગયા અઠવાડિયે જ ઈડીએ મની લોન્ડરીંગના એક કેસમાં વિવો ઇન્ડિયા પર કાર્યવાહી કરતા પહેલાં તેના 10 બેંક એકાઉન્ટ સીલ કરી દીધા હતા.
ત્યારબાદ કંપની અને તેના 23 અસોસિએટ કંપનીઓની 48 ઓફિસ ઉપર છાપો મારવામાં આવ્યો હતો. તે પછી કંપનીએ દિલ્હી હાઇકોર્ટનો સહારો લીધો અને પછી કેટલીક શરતો સાથે તેમના એકાઉન્ટ એક્સેસ કરવાની છૂટ મળી. જેમાં 950 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી અને કોઈપણ સ્થિતિમાં બેંક એકાઉન્ટમાં 250 કરોડ રૂપિયાનું બેલેન્સ જાળવવાની શરતો શામેલ છે.
આ જ રીતે Oppo ઇન્ડિયા પર DRIએ 4389 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ને લઈને તપાસ શરૂ કરી છે. નાણાં મંત્રાલયના એક અહેવાલ મુજબ DRIએ તાજેતરમાં જ કંપનીની ઓફિસો અને મેનેજમેન્ટ થી જોડાયેલા કેટલાક અધિકારીઓના ઘરે છાપો માર્યો હતો.
દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન કંપની
ચીનની બીબીકે ઇલેક્ટ્રોનિક્સ ખૂબ જ જલ્દી દુનિયાની સૌથી મોટી સ્માર્ટ કંપની બનવાની નજીક છે. 1995થી કામ શરૂ કરવાવાળી બીબીકે ઇલેક્ટ્રોનિક્સ આજે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇન કંટ્રોલ કરવાવાળી કંપની બની ચૂકી છે. તેમજ ગ્લોબલ લેવલ પર જોઈએ તો કંપનીની Oppo બ્રાન્ડનો માર્કેટ શેર 10% અને Vivoનો 8% છે, જ્યારે કે Apple સ્માર્ટફોનનો 18% અને Xiomiનો 13% માર્કેટ શેર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર