Home /News /business /

Multibagger Stock Bata India : બાટા ઇન્ડિયાના શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

Multibagger Stock Bata India : બાટા ઇન્ડિયાના શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

બાટા ઇન્ડિયાનો શેર

Bata India Stock: જો કોઈ રોકાણકારે 19 વર્ષ પહેલા બાટા ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું રોકાણ 1.58 કરોડ રૂપિયા બની ગયું હોય.

    નવી દિલ્હી: બાટા ઇન્ડિયાનો શેર (Bata India stock) મલ્ટીબેગર (Multibagger stock) શેર્સમાંનો એક છે. છેલ્લા થોડા સમયથી આ શેર પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન (Multibagger return) આપી રહ્યો છે. છેલ્લા 18 વર્ષમાં આ શેર પોતાના રોકાણકારોને 7,000 ટકાથી વધારે રિટર્ન આપી ચૂક્યો છે. પાંચ વર્ષમાં આ શેર પોતાના રોકાણકારોના પૈસા ચાર ગણા કરી ચૂક્યો છે. બાટા ઇન્ડિયાની માર્કેટ કેપ (Bata India market cap) 24,715 કરોડ રૂપિયા છે. બાટા ઇન્ડિયાના શેરના વળતર પરથી એક વાત સાબિત થાય છે કે જે લોકો ધીરજ રાખે છે તેમને શેર બજારમાં ખૂબ સારું વળતર મળે છે.

    બાટા ઇન્ડિયાના શેરમાં જે પણ રોકાણકારોએ લાંબા સમયથી રોકાણ જાળવી રાખ્યું છે તેઓ આજે કરોડપતિ બની ગયા છે. આવું એ માટે કે, બીજી મે 2003ના રોજ બીએસઈ પર બાટા ઇન્ડિયાનો શેર 12.14 રૂપિયાના સ્તર પર હતો. ગઈકાલે એટલે કે 28 માર્ચ, 2022ના રોજ બાટા ઇન્ડિયાનો શેર બીએસઈ પર 1928.25 રૂપિયા પર હતો. જો કોઈ રોકાણકારે બીજી મે 2003ના રોજ બાટા ઇન્ડિયાના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેને બાટા ઇન્ડિયાના 8,237 શેર મળ્યા હોય. જો રોકાણકારે આજ દિવસ સુધી આ શેર રાખી મૂક્યા હોય તો હાલ તેની પાસે રહેલા બાટા ઇન્ડિયાના શેરની કિંમત 1,58,87,113 રૂપિયા હોય.

    આ પણ વાંચો: સોનાની કિંમતમાં આજે પણ કડાકો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

    પાંચ વર્ષમાં ચાર ગણો વધ્યો શેર


    બાટા ઇન્ડિયાનો શેર ત્રીજી માર્ચ, 2017ના રોજ BSE પર 497.85 રૂપિયાના સ્તર પર હતો. ગઈકાલે એટલે કે સોમવારે કંપનીનો શેર 1928.25 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે ચાર વર્ષમાં બાટા ઇન્ડિયાનો શેર ચાર ગણો વધી ગયો છે. જો કોઈ વ્યક્તિએ ત્રીજી માર્ચ, 2017ના રોજ બાટા ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની પાસે 3.87 લાખ રૂપિયા હોય. બાટા ઇન્ડિયાનો શેર 21 મે 2004ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 25.95 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીએ છેલ્લા 18 વર્ષમાં રોકાણકારોને આશરે 7,250 ટકા વળતર આપ્યું છે.

    કંપની વિશે


    બાટા ઇન્ડિયા દેશની સૌથી મોટી ફુટવેર બનાવતી અને રિટેલ વેચાણ કરતી કંપની છે. આખા દેશમાં બાટાના રિટેલ સ્ટોર્સ છે. કંપનીના પોર્ટફોલિયોમાં અનેક પ્રોડક્ટ્સ સામેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાટાની મજબૂત પકડ છે.

    આ પણ વાંચો: 15 વર્ષની SIPમાં આ 10 મ્યુચ્યુઅલ ફંડોએ આપ્યું ચાર ગણું વળતર

    બાટા ઇન્ડિયાનો શેર


    આજે એટલે કે 29 માર્ચના રોજ સવારે 10:46 વાગ્યે બાટા ઇન્ડિયાનો શેર NSE પર 1.83 ટકા એટલે કે 35.30 રૂપિયા વધીને 1,963.55 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણ માટે છે. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock market

    આગામી સમાચાર