Home /News /business /

BasicFirstથી વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના ઑનલાઇન અભ્યાસની રૂપરેખા કસ્ટમાઇઝ કરી શકે છે!

BasicFirstથી વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના ઑનલાઇન અભ્યાસની રૂપરેખા કસ્ટમાઇઝ કરી શકે છે!

IIT, મેડિકલ કોલેજો, BITS પિલાની, AIIMS દિલ્હી વગેરેમાંથી કોઇપણ તમારું પસંદ કરેલું અભ્યાસનું લક્ષ્ય હોય, BasicFirst દ્વારા તમે તમારા માટે શ્રેષ્ઠ ટ્યૂટર શોધી શકો છો

IIT, મેડિકલ કોલેજો, BITS પિલાની, AIIMS દિલ્હી વગેરેમાંથી કોઇપણ તમારું પસંદ કરેલું અભ્યાસનું લક્ષ્ય હોય, BasicFirst દ્વારા તમે તમારા માટે શ્રેષ્ઠ ટ્યૂટર શોધી શકો છો

  જો તમને 2020ની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું હોત કે, વિદ્યાર્થીઓ અને માતાપિતાએ વિશેષરૂપે ઘરેથી જ કામ અને અભ્યાસ કરવા પડશે અથવા તમારો બધો અભ્યાસ ઑનલાઇન રહેશે, તો આ વાત કોઈના માનવામાં આવી શકી હોત? છતાં પણ, વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે, સર્વત્ર શિક્ષણ કાર્યને નાછુટકે ઑનલાઇન શરૂ કરવું પડ્યું અને વાસ્તવિક બાબતોનો તે નબળો વિકલ્પ હોવાની દલીલ કરવામાં આવે છે.

  માત્ર શિક્ષકો અને માતા-પિતા જ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તેવું નથી. તમામ વયના અને દરેક સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ નાછુટકે આ અપનાવવાની અથવા પાછળ રહી જવાની ફરજ પડી છે. પરંતુ શું આમાં આગળ કોઇ બહેતર માર્ગ ખરો? હા, છે. એપ્ટિટ્યુડ-બેઝ્ડ-પર્સનલાઈઝ્ડ પ્લેટફોર્મ BasicFirst અનન્ય સ્થિતિ ધરાવે છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ અને ઇન્સ્ટિટ્યુટ્સને પડી રહેલી સમસ્યાઓનો ઉકેલ આપે છે. પહેલાંથી જ બીજાની તુલનાએ આગળ આ પ્લેટફોર્મ, તેમના અભ્યાસ કરાવવાના નવતર અભિગમથી સમાન પ્રમાણમાં સશક્ત અને શિક્ષિત કરે છે. ચાલો જાણીએ કે, આ કેવી રીતે શક્ય છે.

  પડકાર – મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવું

  BasicFirst ઉકેલ – IIT અને IIM ના અનુભવી શિક્ષકોની ટીમના પીઠબળ સાથે તૈયાર કરવામાં આવેલી ‘એક કોચ સાથે એક વિદ્યાર્થી’ની અનન્ય સિસ્ટમથી દરેક વિદ્યાર્થી પર હવે વ્યક્તિગત રીતે ધ્યાન આપીને તેમની કાળજી લેવામાં આવે છે. આ કાર્યક્રમના લક્ષ્ય કેન્દ્રિત અભિગમના કારણે તેઓ વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓને સરળ, અસરકારક અભ્યાસ માટે પોતાની અભ્યાસની શૈલીમાં સમાવી શકે છે.

  પડકાર – ચતુરાઇભર્યા અને અસરકારક લાગે તેવા અભ્યાસક્રમ શોધવા

  BasicFirst ઉકેલ – દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગતરૂપે સુપર સ્માર્ટ અભ્યાસક્રમ હોવાથી સમસ્યાઓ પારખી શકાય છે અને અભ્યાસક્રમમાં સુધારાઓ સરળતાથી થઇ શકે છે. પરંતુ, તે શીખનારના મજબૂત બિંદુઓના આધારે થઇ શકે છે. જરૂરિયાત અનુસાર શિક્ષણનો કાર્યક્રમ બનાવીને અને જાતે અભ્યાસની નિયમિત આદત અપનાવીને, વિદ્યાર્થીઓને બહુ ઉતાવળ જેવું નથી લાગતું અને પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે.

  પડકાર – વિદ્યાર્થીઓને ચિંતા થાય છે કે, તેઓ પાછળ રહી જશે

  BasicFirst ઉકેલ – IIT, મેડિકલ કોલેજો, BITS પિલાની, AIIMS દિલ્હી વગેરેમાંથી કોઇપણ તમારું પસંદ કરેલું અભ્યાસનું લક્ષ્ય હોય, BasicFirst દ્વારા તમે તમારા માટે શ્રેષ્ઠ ટ્યૂટર શોધી શકો છો. ગાઈડેડ કોર્સ કન્ટેન્ટની મદદથી તમે અલગ અલગ વિષયોમાં તમારી જરૂરિયાત અનુસાર ઝડપથી અથવા ધીમેથી આગળ વધી શકો છો, સાથે સાથે તમારી તમામ શંકાઓનો ઉકેલ જાણી શકો છો.  પડકાર – રિસર્ચ કરવા માટે અપૂરતો ઍક્સેસ

  BasicFirst ઉકેલ – અહીં વિદ્યાર્થીઓની અભ્યાસની તમામ જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે માટે આ બાબતે વિધાર્થીઓ નિશ્ચિંત રહે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન, ભૂગોળ, વાણિજ્ય અને વધુ, આ દરેક અભ્યાસના મોડ્યૂલમાં ફ્રી Wiki સામેલ છે. વિદ્યાર્થીઓ સરળતાથી રેફરેન્સ નોટ્સ બનાવી શકે છે અને વધુ સમજણ માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત, ફ્રી બુક સોલ્યુશન, SWOT (સ્ટ્રેન્થ, વિકનેસ, ઓપર્ચ્યુનિટી અને થ્રીટ્સ) વિશ્લેષણ તેમજ 750થી વધુ પ્રિ અને પોસ્ટ એસેસમેન્ટ, મોકઅપ અને પ્રેક્ટિસ ટેસ્ટની મદદથી તમે સંપૂર્ણપણે તમારી ફાઇનલ ટેસ્ટ અને પરીક્ષાઓ માટે તૈયારીઓ કરી શકો છો.

  પડકાર – ઘણી શંકાઓ હોય છે અને તેનો ઉકેલ મેળવવાની કોઇ રીત નથી

  BasicFirst ઉકેલ – વિધાર્થીઓના મનમાં શંકા અને પ્રશ્નો હોય તે સામાન્ય બાબત છે, પરંતુ ઘણી શાળાઓ અને કોલેજો હજુ પણ અવઢવમાં છે કે તે પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવવો. BasicFirst પાસે તમામ વિષયોમાં અમર્યાદિત સંખ્યામાં શંકાઓ ઉકેલવા માટેની એક સરળ રીત છે, જેથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે છે અને પોતાના અભ્યાસક્રમ બાબતે વધુ સુરક્ષિત હોવાનો તેમને અહેસાસ થાય છે. સહકાર આપતા અને 30 વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા ખૂબ જ જ્ઞાની શિક્ષકો માત્ર એક ચેટ, વૉઇસ અથવા વીડિયો કૉલ પર કોઇપણ સમયે ઉપલબ્ધ હોય છે અને તેઓ વિધાર્થીની દરેક શંકાનો ઉકેલ આપે છે.

  પડકાર – એક કૅલેન્ડર બધાને બંધબેસતુ ના હોય

  BasicFirst ઉકેલ – અવાસ્તવિક શૈક્ષણિક કૅલેન્ડર સાથે તાલમેલ બેસાડવા માટે વિદ્યાર્થીઓને સંઘર્ષ કરવો પડે છે. તેના બદલે, તેમને અભ્યાસમાં આગળ વધતી વખતે માર્ગદર્શન આપવા માટે શિક્ષકોની મદદથી તેમના ધ્યેયો એકસાથે રજૂ કરવા માટે તેમને સમર્થ બનાવ્યા છે. પ્રિ અને પોસ્ટ એસેસમેન્ટને ચોક્કસાઇ સાથે હાથ ધરવામાં આવે અને કોર્સ કન્ટેન્ટમાં જરૂરી હોય એવો સુધારો કરવામાં આવે છે, જ્યારે નિયમિત SWOT વિશ્લેષણ દરેક વિદ્યાર્થી પ્રગતિ કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરે છે.  પડકાર –જટીલ વિષયો શીખવવા

  BasicFirst ઉકેલ – દરેક અભ્યાસક્રમમાં વિવિધ મુદ્દાનો યોગ્ય હિસ્સો સામેલ કરવામાં આવે છે જેથી તે સમજવામાં સરળ બને અને એવા પણ મુદ્દા હોય છે જેમાં વધુ સમય આપવાની અને સમજાવવાની જરૂર હોય છે. સૌથી જટીલ પ્રશ્નોને પણ નાના નાના મુદ્દામાં અને પેટા મુદ્દામાં વિભાજિત કરીને, BasicFirst દરેક વિદ્યાર્થીને તે મુદ્દા સમજવામાં, ગ્રહણ કરવામાં અને ઉપયોગી રીતે તેમના અભ્યાસક્રમમાં લાગુ કરવામાં મદદ કરે છે.

  પડકાર – દૂરના સ્થળો અને મુસાફરીની સ્થિતિ

  BasicFirst ઉકેલ – વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા માતા-પિતા ભલે ગમે તે વિસ્તારમાં રહેતા હોય, તેનાથી કોઇ જ મતલબ નથી. હવે અભ્યાસનું કામ કોઇપણ જગ્યાએ રહીને પણ થઇ શકે છે. તમારા વિસ્તારમાં દર મહિને BasicFirst વિતરણ કેન્દ્ર પર ટેબ/ફોન પર તમારી 2D અને 3D સામગ્રી અપડેટ કરવા અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઑનલાઇન મોડથી અભ્યાસના પાઠ મેળવવા જેટલું જ આ સરળ છે. ટેસ્ટ, પરીક્ષાઓ અને પુનરાવર્તન માટેની તૈયારીઓ આટલી સરળ પહેલાં ક્યારેય નહોતી. આ તૈયારીઓ સફરમાં પણ આ થઇ શકે છે. આ ઉપરાંત, સહધ્યાયીઓમાં ચર્ચા માટેની સક્રિય ચેનલની મદદથી, ટીમનો એક હિસ્સો હોવાનો પણ અહેસાસ થાય છે – સમાન લક્ષ્યની દિશામાં આગળ વધી રહેલા સાથી વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં તેમના વિચારો અને મંતવ્યો પર ચર્ચા કરે છે.

  અંતે, તમામ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફળતા તરફ લઇ જાય તેવા ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવેલા પ્લાનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તેને અપનાવે, તેમાં ઉન્નતિ કરે અને પ્રગતિ કરે તે BasicFirstના કારણે શક્ય બને છે. શિક્ષણને કેવી રીતે આનંદદાયક, વ્યવહારુ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવું તેના પર સંખ્યાબંધ સંસ્થાઓ હજુ કામ કરી રહી છે ત્યારે BasicFirts જેવા પહેલાંથી સ્થાપિત ઇ-લર્નિંગના સાધનોને પ્રોત્સાહન આપવાથી કામદારો, અગ્રણીઓ અને પ્રોફેશનલોની ભાવિ પેઢીને હિંમતપૂર્ણ નવા ભવિષ્ય તરફ લઈ જવા માટે આ એક અસરકારક માર્ગ છે.

  તમારા માટે એકદમ યોગ્ય હોય તેવા BasicFirts અભ્યાસક્રમ વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

  આ ભાગીદારી વાળી પોસ્ટ છે
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Basicfirst, Online classes, Online Education, Students

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन