Barclaysએ બીજીવાર ઘટાડ્યું ભારતના GDP ગ્રોથનું અનુમાન, 0.8 ટકા ઘટાડી 9.2 ટકા કર્યું

Barclaysએ બીજીવાર ઘટાડ્યું ભારતના GDP ગ્રોથનું અનુમાન, 0.8 ટકા ઘટાડી 9.2 ટકા કર્યું
પ્રતિકાત્મક તસવીર

બ્રિટનની (Britain) બ્રોકરેજ ફર્મ બાર્કલેજે નાણાંકીય વર્ષ 2021-20122માં ભારતના જીડીપીનો દરનું અનુમાન 0.8 ટકા ઘટાડીને 9.2 ટકા કરી નાખ્યું છે.

  • Share this:
કોરોના મહામારીના (Coronavirus) કારણે દેશના અર્થતંત્રને (GDP) ભારે નુકસાન થયું છે. પરિણામે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ભારતના આર્થિક વિકાસ દર મુદ્દે અવારનવાર રેટિંગના અનુમાનમાં વધારો-ઘટાડો કરી રહી છે. બ્રિટનની (Britain) બ્રોકરેજ ફર્મ બાર્કલેજે નાણાંકીય વર્ષ 2021-20122માં ભારતના જીડીપીનો દરનું અનુમાન 0.8 ટકા ઘટાડીને 9.2 ટકા કરી નાખ્યું છે.

અર્થતંત્ર પર કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરની અસર શરૂઆતની ધારણા કરતા વધુ જોવા મળી હોવાનું બાર્કલેજનું કહેવું છે. ભારતમાં બાર્કલેજના ટોચના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરીયાએ કહ્યું છે કે, દેશમાં રસીકરણની ઓછી ઝડપ અને કેટલાક રાજ્યોમાં લોકડાઉનના કારણે GDPના અનુમાનમાં ઘટાડો કરાયો છે.



જીડીપીમાં નરમાશ અંગે છેલ્લા એક મહિનામાં ઘણા તજજ્ઞોએ આ પ્રકારની શંકા વ્યક્ત કરી છે. જોકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10.5 ટકાની વૃદ્ધિના પોતાના અનુમાનને યથાવત રાખ્યું છે. જીડીપી વૃદ્ધિ માટે વિશ્લેષકોના અંદાજ 8.5 ટકાથી 10 ટકાથી થોડો ઉપર છે.

લોકડાઉનની અસર

બાજોરીયાનું કહેવું છે કે, ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર હળવી થઈ છે. પરંતુ તેને હળવી કરવા લાદવામાં આવેલા નિયમો અને લોકડાઉનની ભારે કિંમત ચૂકવવી પડી છે. તેથી અમે નાણાંકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 0.80 ટકા ઘટાડીને 9.2 ટકા કરી રહ્યા છીએ.

એક જ મહિનામાં બીજી વખત ઘટાડો

આ મહિનામાં બીજી વખત બાર્કલેજે જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે. બાર્કલેજે અગાઉ 3 મેના રોજ વૃદ્ધિમાં 11 ટકાથી ઘટાડી 10 ટકાનો અંદાજ કર્યો હતો. બાર્કલેજે ચેતવણી આપી છે કે, રસીકરણની ધીમી ગતિ અને ત્રીજી લહેર મધ્યમ ગાળાના જોખમો પેદા કરી શકે છે.

બાર્કલેજના તજજ્ઞોનું કહેવું છે કે, જે રીતે ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલુ છે, તે જોતા સંક્રમણ અને મોતની સંખ્યાને લઈ અનિશ્ચિતતા વધી રહી છે. ધીમું રસીકરણ પણ ભારતમાં રિકવરીની સંભાવના પર અસર કરે છે.
Published by:News18 Gujarati
First published:May 25, 2021, 21:07 pm

ટૉપ ન્યૂઝ