Home /News /business /Barbeque Nation IPO: પ્રથમ દિવસે 92% ભરાયો, રિટેલ હિસ્સો પાંચ ગણો છલકાયો

Barbeque Nation IPO: પ્રથમ દિવસે 92% ભરાયો, રિટેલ હિસ્સો પાંચ ગણો છલકાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રથમ દિવસે રિટેલ હિસ્સો 5.05 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સો પાંચ ટકા ભરાયો છે. જ્યારે કર્મચારીઓ માટે અનામત રાખેલો હિસ્સો 20 ટકા ભરાયો છે.

મુંબઈ:  Barbeque Nation IPO: બારબેક્યૂ નેશનનો આઈપીઓ (Barbeque Nation IPO) પ્રથમ દિવસે એટલે કે 24 માર્ચે 92 ટકા ભરાયો છે. સ્ટૉક એક્સચેન્જ (Stock Exchange)ના આંકડા પ્રમાણે કંપનીના 49.99 લાખ શેરના બદલામાં 46.24 લાખ શેર માટે બોલી લગાવવામાં આવી છે. કંપનીએ લૉંચિગના એક દિવસ પહેલા જ 23 માર્ચના રોજ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 203 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. જેનાથી આઈપીઓની ઇશ્યૂ સાઇઝ ઘટીને 49.99 લાખ શેર થઈ ગઈ છે.

પ્રથમ દિવસે રિટેલ હિસ્સો 5.05 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સો પાંચ ટકા ભરાયો છે. જ્યારે કર્મચારીઓ માટે અનામત રાખેલો હિસ્સો 20 ટકા ભરાયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સે હજુ સુધી બોલી નથી લગાવી.

આ પણ વાંચો: હરિદ્વારની 'ટાંટીયા તોડ દુલ્હન', દુલ્હાને પ્રથમ રાત્રિએ જ હૉસ્પિટલ ભેગા થવું પડ્યું!

IPOની 10 ખાસ વાત:

1) આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 498-500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક લૉટ 30 શેરનો હશે. એટલે કે રોકાણકારે ઓછામાં ઓછા 30 શેર માટે બોલી લગાવવી પડશે. શેરનું લિસ્ટિંગ સાતમી એપ્રિલના રોજ થશે.

2) કંપનીએ કુલ ઇશ્યૂમાંથી 75 ટકા શેર QIB (ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ) માટે અનામત રાખ્યા છે. 10 ટકા હિસ્સો રિટેઇલર્સ માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇનવેસ્ટ્ર્સ માટે અનામત છે. કંપનીએ બે કરોડ શેર પોતાના કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે.

3) કંપની 180 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. પાંચ રૂપિયાના મૂલ્યના 54.57 લાખ શેર કંપની ઑફર ફોર સેલના માધ્યમથી વેચશે. કંપની 452 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

4) કંપનીના પ્રમોટર્સમાં સાયાજી હાઉસકિપિંગ સર્વિસ, કાયૂમ ધનાની, રઉફ ધનાની અને સુચિત્રા ધનાની છે. આ તમામની કંપનીમાં કુલ 60.24 ટકા ભાગીદારી છે.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

5) CX Partners પાસે 33.79 ટકા ભાગીદારી અને રાકેશ ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એલકેમી કેપિટલ પાસે 2.05 ટકા ભાગીદારી છે.

6) ઑફર ફૉર સેલ અંતર્ગત જે રોકાણકાર પોતાના શેર વેચશે. તેમાં કંપનીની પ્રમોટર્સ સાયાજી હાઉસકિપિંગ સર્વિસ, અજહર ધનાની, સાદિયા ધનાની, સાનયા ધનાની, તમારા, આજમ ઇનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને મેનૂ પ્રાઇવેટ લિમિટેડ શામેલ છે.

7) કંપની BSE અને NSE પર લિસ્ટ થશે. કંપનીએ પહેલા જ 59,51,132 ઇક્વિટી શેર વેચીને 149.97 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.

8) કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટમાં 396.82 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ફંડ એકઠું કર્યું છે. જેનાથી કંપનીના ફ્રેશ ઇશ્યૂની સાઇઝ 275 કરોડ રૂપિયાથી ઘટનીને 180 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

9) કંપની આઈપીઓ મારફતે મેળવેલા ફંડનો ઉપયોગ લોન ચૂકવવા, રેસ્ટોરન્ટના વિકાસ માટે કરશે. જ્યારે ઑફર ફૉર સેલના રૂપિયા પ્રમોટર્સને મળશે.

10) કંપનીએ પોતાની પ્રથમ Barbeque Nation રેસ્ટોરન્ટ 2008માં ખોલી હતી. દેશના 77 શહેરમાં કંપનીની 147 રેસ્ટોરન્ટ છે. ડિસેમ્બર 2020 સુધી ત્રણ દેશમાં કંપનીના છ આઉટલેટ્સ હતા.

2018થી અત્યારસુધી કંપનીએ ખોટી કરી

Barbeque Nation ભારતની સૌથી ઝડપથી વિકસતી QSR કંપની હોવાની સાથે સાથે વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. કંપનીની કમાણીના ગ્રોથનો રેકોર્ડ સારો છે. કંપનીની રણનીતિ પોતાના સ્ટોરમાં સેલ્સ વધારવાની સાથે સાથે નફો વધારવાની છે. કંપની ભારતના અન્ય શહેરમાં વિસ્તાર કરવા માંગે છે. જોકે, નાણાકીય વર્ષ 2018થી અત્યારસુધી કંપનીએ દર વર્ષે ખોટ કરી છે, આ દરમિયાન આવકમાં ચોક્કસ વધારો થયો છે.

આ પણ વાંચો: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને લાખો રૂપિયાની કમાણી કરવાની તક!

નાણાકીય વર્ષ 2020માં કંપનીની ચોખી ખોટ 32.93 કરોડ રૂપિયા હતું, જ્યારે આવક 846.97 કરોડ હતી. 2019માં કંપનીને 38.4 કરોડનું નુકસાન થયું હતું, આ સમયે કંપનીની આવક 739 કરોડ રૂપિયા હતી. જ્યારે 2018ના વર્ષમાં કંપનીએ 5.8 કરોડ રૂપિયાની ખોટ કરી હતી, આ વર્ષે કંપનીની આવક 586.30 કરોડ રૂપિયા હતી. 2018ના વર્ષ પછી આવકની સાથે સાથે કંપનીનું નુકસાન પણ વધતું ગયું છે.

જોકે, ઓપરેટિંગ સ્તર પર કંપનીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીની EBITDA એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ 2018માં 140.37 કરોડ રૂપિયા, 2019માં 149.39 કરોડ રૂપિયા, 2020માં 168 કરોડ રૂપિયા હતી.
" isDesktop="true" id="1082844" >

નિષ્ણાતોનો મત

AUM Capitalના Rajesh Agarwalની સલાહ છે કે આ આઈપીઓમાં પૈસા લગાવવા જોઈએ. આ સેગમેન્ટમાં કંપનીનું કોઈ હરિફ નથી. ભવિષ્યમાં કંપનીના વેપારમાં ખૂબ સારો ઉછાળો જોવા મળી શકે છે. લાંબા ગાળા માટે આમાં રોકાણ કરવું જોઈએ. ટૂંકા ગાળા માટે કોરોનાના વધી રહેલા કેસથી કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ આઈપીઓને લઈને બજારમાં જે જુસ્સો છે તેને જોતા આ આઈપીઓ ભરવો જોઈએ.
First published:

Tags: BSE, Investment, Investment tips, IPO, NSE, Restaurant