Home /News /business /

કેસ ઉધાર લેવડ-દેવડ પર પ્રતિબંધ ! જાણો - નવા કાયદા સાથે જોડાયેલી તમામ વાતો

કેસ ઉધાર લેવડ-દેવડ પર પ્રતિબંધ ! જાણો - નવા કાયદા સાથે જોડાયેલી તમામ વાતો

પ્રતિકાત્મક તસવીર

શારદા સ્કેમ, ઈમૂ ફોર્મિંગથી લઈ ક્રિપ્ટોકરન્સી સુધીની પોંજી સ્કીમમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી ચુકેલા રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સરકાર અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ 2019નો અધ્યાદેશ લાવી તેને કાયદો બનાવી ચુકી છે

  શારદા સ્કેમ, ઈમૂ ફોર્મિંગથી લઈ ક્રિપ્ટોકરન્સી સુધીની પોંજી સ્કીમમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી ચુકેલા રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સરકાર અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ 2019નો અધ્યાદેશ લાવી તેને કાયદો બનાવી ચુકી છે. એક્સપર્ટ જણાવે છે કે, આ કાયદા હેઠળ તમામ પ્રકારના અનરેગ્યુલેટેડ સ્કીમ પર રોક લાગી ગઈ છે. નાના ટેક્સપેયર્સને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કાયદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો તમે સંબંધિ અને મિત્ર પાસેથી રોકડમાં લેવડ-દેવડ કરો છો તો, આ ગેરકાયદે છે. તમને જણાવી દઈએ કે, આ કાયદા હેઠળ 1-7 વર્ષની સજાની જોગવાઈ છે. સાથે 1 લાખથી કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે.

  ડિપોઝીટ લેવાવાળાને લઈ સ્પષ્ટ કરવામાં આવ્યું છે - કાયદામાં એ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતની ડિપોઝીટ્સ પર પ્રતિબંધ છે, અને કેવી રીતના ડિપોઝીટ્સ રેગ્યુલેટેડ છે અથવા સરકાર તરફથી નોટિફાઈડ છે. આ રીતે ફાયનાન્સિયલ સિસ્ટમમાં લેવામાં આવતા કેટલીએ પ્રકારના ડિપોઝીટ્સના રેગ્યુલેશન માટે એક લીગલ સ્ટ્રક્ચર બન્યું છે.

  (1) આ કાયદાના દાયરાથી કારોબારી અને વાણિજ્યક ઉદ્દેશ્યથી જોડાયેલા દરેક પ્રકારના ડિપોઝિટર્સ અથવા લોન બહાર છે, જે હાલ આરબીઆઈ અને સેબીના કેટલાએ નિયમો હેઠળ રેગ્યુલેટ કરવામાં આવે છે. કાયદામાં ડિપોઝીટ લેવાવાળાની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આ પરિભાષા હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓ પર અનરેગ્યુલેટેડ ડિપોઝિટ લેવા પર પૂરૂ પ્રતિબંધ છે.

  (2) અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ ઓર્ડિનેન્સ અવૈધ રીતે ડિપોઝીટ લેવાની ગતિવીધિઓ પર રોક લગાવશે અને ફરિયાદને પહોંચીવળવાની વ્યવસ્થા કરી આ જમાકર્તાઓના હિતોની રક્ષા કરશે. રેગ્યુલેટરો વચ્ચે પેદા થતા ટકરાવને પહોંચી વળવા માટે આ અધ્યાદેશે ડિપોઝીટ લેવાની દરેક પ્રકારની ગતિવીધીને પોતાના દાયરામાં લીધા છે.

  (3) આ કાયદાના પાલન પર નજર રાખવા માટે સરકારે એક ઓથોરિટી બનાવવાની વાત કરી છે, જેને ઘણા અધિકાર આપવામાં આવ્યા છે. આ ઓથોરિટી પાસે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોના પરિસરની તપાસ કરવાની, તેને રેકોર્ડ્સ રજૂ કરવા મજબૂર કરવાની અને સંબંધિત વ્યક્તિની પ્રોપર્ટી જપ્ત કરવાનો સિવિલ કોર્ટ સરીખો અધિકાર છે.

  (4) આ રીતના ફ્રોડના મામલામાં એક મોટી નબળાઈ પણ આ અધ્યાદેશથી દુર કરવામાં આવી છે. સંજ્ઞેય અને ગેર-જમાનતી અપરાધોમાં કેસ ચલાવવા માટે એક વિશેષ અદાલત બનાવવામાં આવશે. એટલું જ નહી, કોર્ટ સંપત્તિ જપ્ત કરવા, તેમની કુર્કી અને તેનાથી હાસિલ રકમને જમાકર્તાઓ વચ્ચે વિતરણ કરાવવાની કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરશે. આ પ્રક્રિયા સક્ષમ ઓથોરિટી તરફથી અરજી કરવાના 180 દિવસની અંદર પૂરી કરવી પડશે.

  ક્લિયર ટેક્સની ચીફ એડિટર પ્રિતિ ખુરાના જણાવે છે કે, બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ઓર્ડિનેન્સથી આરબીઆઈ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયાના કેટલાએ રેગ્યુલેશન્સ અને તમામ પ્રશાસનિક ઈકાઈઓના કેટલાએ અન્ય નિયમોની નબળાઈ દૂર કરવાની કોશિસ કરવામાં આવી છે. આ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ દ્વારા લેવામાં આવતી ડિપોઝીટ પર રોક લગાવવા માટે લાવવામાં આવ્યો છે.

  આ કાયદો દરેક પ્રકારના અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ પર એક્શન લેવાનો અધિકાર રાજ્ય સરકારને આપે છે. આને એક પ્રકારે આવી ગતિવીધિઓ પર નજર રાખવાની જવાબદારીથી આરબીઆઈ અને સેબીને મુક્ત કરી દીધા છે.

  કેટલાએ અન્ય દેશોની જેમ ભારતમાં પણ કેટલીએ પ્રકારની રેગ્યુલેટર નાણાંકીય ક્ષેત્રની તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવે છે, અને તેના માટે દિશાનિર્દેશ આપે છે. ભારતમાં ઓછામાં ઓછા નવ રેગ્યુલેટર અથવા પ્રશાસનિક ઈકાઈયાં ડિપોઝીટ લેવાની ગતીવીધીઓને રેગ્યુલેટ કરે છે. આમાં આરબીઆઈ, સેબી, આઈઆરડીએઆઈ અને રાજ્યોના કેટલાક વિભાગ સામેલ છે. કેટલાએ ફ્રોડના મામલા આ રેગ્યુલેટરી ખાઈના વચ્ચે ચાલ્યા જાય છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Banning, Everything, Impact, Know, Unregulated deposit schemes ordinance 2019, What

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन