Bank Holidays: આવતીકાલથી સતત ચાર દિવસ સુધી આ શહેરોમાં બેંક રહેશે બંધ, ફટાફટ પતાવો તમારું કામ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Bank Holidays: આવતીકાલ એટલે કે 13 ઓગસ્ટથી સતત ચાર દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. RBI (Reserve bank of India) તરફથી દર મહિને રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમારે બેંક સાથે જોડાયેલું કોઈ કામ કરવાનું બાકી છે તો ફટાફટ પતાવી લો. કારણ કે આવતીકાલ એટલે કે 13 ઓગસ્ટથી સતત ચાર દિવસ બેંકનું કામકાજ બંધ (Bank Holidays) રહેશે. આ મહિને બેંકમાં કુલ 15 રજા હતી, જે રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. ભારતીય મધ્યસ્થ બેંક (Reserve Bank of India) દ્વારા દર મહિનાની રજાની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદી દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજ્યમાં બેંક બંધ હોય તો બીજા રાજ્યમાં બેંક ચાલુ હોઈ શકે છે.

    સતત ચાર દિવસ બેંક બંધ રહેશે: (Bank holidays in August 2021)

    >> 13 ઓગસ્ટ- પેટ્રિયલ ટે- ઇમ્ફાલમાં બેંક બંધ રહેશે.
    >> 14 ઓગસ્ટ- મહિનાનો બીજો શનિાર
    >> 15 ઓગસ્ટ- રવિવાર
    >> 16 ઓગસ્ટ- પારસી નવું વર્ષ (બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંક બંધ)

    19થી 23 ઓગસ્ટ સુધી આ શહેરમાં બેંકો બંધ રહેશે:

    >> 19 ઓગસ્ટ- મોહરમ- અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
    >> 20 ઓગસ્ટ- મોહરમ/ફર્સ્ટ ઓનમ: બેંગલુરુ, ચેન્નાઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
    >> 21 ઓગસ્ટ- થિરુવોણમ-કોચી અને તિરુવનંતપુરમમાં બંકો બંધ રહેશે.
    >> 22 ઓગસ્ટ- રવિવાર
    >> 23 ઓગસ્ટ- શ્રી નારાયણા ગુરુ જયંતિ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

    બેંકમાં આવતી રજા

    આ ઉપરાંત આવતી રજાઓની વાત કરવામાં આવે તો 28 ઓગસ્ટના રોજ ચોથો શનિવારે છે, જેના પગલે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 29 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે. 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી હોવાથી અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. 31 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ અષ્ટમનીને કારણે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.

    આ પણ વાંચો: Credit Line: પર્સનલ લોન કે ઓવરડ્રાફ્ટથી કઈ રીતે અલગ છે ક્રેડિટ લાઇન? જાણો વિગત

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.

    RBIનો મહત્ત્વનો નિર્ણય- ATMમાં રોકડ નહીં હોય પેનલ્ટી લાગશે

    તમારી સાથે પણ આવું અનેક વખત બન્યું હશે કે તમે કોઈ બેંકના એટીએમ ખાતે પૈસા (Cash out situation at ATM) ઉપાડવા ગયા હોય અને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડે. પરંતુ પ્રથમ ઑક્ટોબરથી આવું નહીં થાય! એટલે કે પહેલી ઓક્ટોબરથી હવે તમે એટીએમ ખાતેથી ખાલી હાથે પરત નહીં ફરો. હકીકતમાં RBI (Reserve bank of India)એ નિર્ણય કર્યો છે કે જો કોઈ બેંકના એટીએમમાં રોકડ (ATM with no cash) નહીં હોય તો તે બેંકને પેનલ્ટી લગાડશે. આ નિયમ પ્રમાણે એક મહિનાની અંદર 10 કલાકથી વધારે સમય સુધી જો એટીએમમાં રોકડ નહીં હોય તો આરીબીઆઈ જે તે બેંકને પેનલ્ટી લગાડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: