Bank Holidays: આવતીકાલથી પાંચ દિવસ સુધી બંધ રહેશે બેંક, ઘરેથી નીકળતા પહેલા ચેક કરો લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Bank Holidays: જો તમારે બેંક સંબંધિત કોઈ કામ છે તો આજે જ પતાવી લો, આવતીકાલથી અનેક શહેરોમાં બેંકો બંધ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે આ અઠવાડિયે બેંક જવાનું વિચારી રહ્યા છો તો શક્ય છે કે તમારા શહેરમાં બેંક બંધ (Bank bandh) હોય. આ સાથે જ બેંક (Bank news) સાથે જોડાયેલું કોઈ કામ હોય તો આજે જ પતાવી લો. આગામી દિવસોમાં અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. હકીકતમાં આ અઠવાડિયે ગુરુવારે એટલે કે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ વચ્ચે સતત પાંચ દિવસની રજા (Bank holidays) આવે છે. જોકે, અહીં એક વાત નોંધવી રહી છે કે દરેક રાજ્યમાં રજા અલગ અલગ દિવસે હોય છે. એટલે કે આ રજા તમામ રાજ્યમાં લાગૂ નહીં પડે. આરીબીઆઈ (RBI bank holidays list)એ જે યાદી બહાર પાડી છે તે પ્રમાણે જે તે રાજ્યોમાં બેંક બંધ રહેશે. RBI (Reserve bank of India) તરફથી દરેક રાજ્યમાં અલગ અલગ રજા (Bank holiday in august)જાહેર કરવામાં આવી છે. અમુક રાજ્યમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે રજા જાહેર કરવામાં આવી છે.

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે તમામ બેંકો બીજા અને ચોથા શનિવારે તેમજ રવિવારે બંધ રહે છે. આ નિયમ ખાનગી અને સરકારી બંને બેંકોને લાગૂ પડે છે. તો જાણીએ આગામી પાંચ દિવસ કઈ કઈ રજા આવી રહી છે.

    19થી 23 ઓગસ્ટ સુધી આ શહેરમાં બેંકો બંધ રહેશે:

    1) 19 ઓગસ્ટ- મોહરમ- અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
    2) 20 ઓગસ્ટ- મોહરમ/ફર્સ્ટ ઓનમ: બેંગલુરુ, ચેન્નાઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
    3) 21 ઓગસ્ટ- થિરુવોણમ-કોચી અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
    4) 22 ઓગસ્ટ- રવિવાર
    5) 23 ઓગસ્ટ- શ્રી નારાયણા ગુરુ જયંતિ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.

    બેંકમાં આવતી રજા

    આ ઉપરાંત આવતી રજાઓની વાત કરવામાં આવે તો 28 ઓગસ્ટના રોજ ચોથો શનિવારે છે, જેના પગલે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 29 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે. 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી હોવાથી અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. 31 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ અષ્ટમનીને કારણે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.

    આ પણ વાંચો: SBI ગ્રાહકો ધ્યાન આપે, આ તારીખે બંધ થઈ શકે છે તમારું બેંક ખાતું, સેવા શરૂ રાખવા આટલું કરો

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.

    RBIનો મહત્ત્વનો નિર્ણય- ATMમાં રોકડ નહીં હોય પેનલ્ટી લાગશે

    તમારી સાથે પણ આવું અનેક વખત બન્યું હશે કે તમે કોઈ બેંકના એટીએમ ખાતે પૈસા (Cash out situation at ATM) ઉપાડવા ગયા હોય અને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડે. પરંતુ પ્રથમ ઑક્ટોબરથી આવું નહીં થાય! એટલે કે પહેલી ઓક્ટોબરથી હવે તમે એટીએમ ખાતેથી ખાલી હાથે પરત નહીં ફરો. હકીકતમાં RBI (Reserve bank of India)એ નિર્ણય કર્યો છે કે જો કોઈ બેંકના એટીએમમાં રોકડ (ATM with no cash) નહીં હોય તો તે બેંકને પેનલ્ટી લગાડશે. આ નિયમ પ્રમાણે એક મહિનાની અંદર 10 કલાકથી વધારે સમય સુધી જો એટીએમમાં રોકડ નહીં હોય તો આરીબીઆઈ જે તે બેંકને પેનલ્ટી લગાડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: