Home /News /business /

Bank Holiday: શનિવારથી સતત ચાર દિવસ બેંક રહેશે બંધ, જાણો કારણ

Bank Holiday: શનિવારથી સતત ચાર દિવસ બેંક રહેશે બંધ, જાણો કારણ

એસબીઆઈ (પ્રતીકાત્મક તસવીર)

Bank strike: બેંક યૂનિયોનોની હડતાળથી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થશે. જેનાથી સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલી પડી શકે છે. જોકે, આજકાલ અનેક કામો ઑનલાઇન થઈ શકે છે પરંતુ અમુક એવા કામો હોય છે જેના માટે શાખામાં જવાની જરૂરિયાત રહેતી હોય છે.

    નવી દિલ્હી: આવતીકાલ એટલે કે શનિવારથી સતત ચાર દિવસ સુધી બેંકો બંધ (Bank Holiday) રહેશે. એટલા માટે જરૂરી કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે શુક્રવારનો જ દિવસ છે. જો શુક્રવારે કોઈ કામ ન થઈ શકે તો તમારે ચાર દિવસ સુધી રાહ જોવી પડશે. 26મી માર્ચના રોજ ચોથો શનિવાર (Saturday) હોવાથી બેંક બંધ રહેશે. ત્યાર પછીના દિવસે રવિવાર (Sunday) હોવાથી બેંકો બંધ રહેશે. 28મી અને 29 માર્ચના રોજ એટલે કે સોમવાર અને મંગળવારે બેંક યૂનિયનોએ હડતાળ (Bank Unions strike)ની જાહેરાત કરી છે. આથી આ બે દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. દેશભરના બેંક યૂનિયનોએ સરકારની કથિત ખાનગીકરણની નીતિના વિરોધમાં બે દિવસની હડતાળ (Bank strike)ની જાહેરાત કરી છે.

    ગ્રાહકોને પડશે મુશ્કેલી


    બેંક યૂનિયોનોની હડતાળથી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થશે. જેનાથી સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલી પડી શકે છે. જોકે, આજકાલ અનેક કામો ઑનલાઇન થઈ શકે છે પરંતુ અમુક એવા કામો હોય છે જેના માટે શાખામાં જવાની જરૂરિયાત રહેતી હોય છે.

    આ પણ વાંચો: બમ્બર લાભ માટે 31મી માર્ચ પહેલા પૂર્ણ કરો આ કામ

    ભારતીય બેંક સંઘ (IBA) તરફથી જણાવવામાં આવ્યું છે કે જાહેર ક્ષેત્રોની બેંકોના ખાનગીકરણના વિરોધમાં અને બેંક કાનૂન સંશોધન બિલ-2021ના વિરોધમાં બેંક યૂનિયમ તરફથી 28મી અને 29 માર્ચના રોજ બે દિવસની આપવામાં આવેલી હડતાળમાં ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન (AIBEA), બેંક એમ્પ્લોયઝ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BEFI) અને ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન (AIBOA) ભાગ લેશે. બેંકની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે બેંક યૂનિયનની હડતાળને પગલે 28 અને 29 માર્ચના રોજ બેંકનું કામ પ્રભાવિત થશે.

    આ પણ વાંચો: ત્રણ જ વર્ષમાં આ શેરે લખપતિને બનાવી દીધા કરોડપતિ

    ગ્રામીણ બેંકો પણ બંધ રહેશે


    આ વખતે ગ્રામીણ બેંકો પણ હડતાળમાં જોડાશે. ઑલ ઇન્ડિયા રિઝનલ રૂરલ બેન્ક એમ્પ્લોયઝ એસોસિએશન (AIRRBEA)નું કહેવું છે કે તેમની તરફથી પણ કેન્દ્ર સરકારને હડતાળ અંગે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી આપવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે સરકાર ગ્રામીણ બેંકોથી પણ પીછો છોડાવવા માંગે છે. કેન્દ્ર સરકાર આ બેંકોમાં પોતાનો 50 ટકા હિસ્સો ઓછો કરવા માંગે છે. હાલ ગ્રામીણ બેંકોમાં કેન્દ્ર સરકારની ભાગીદારી 50 ટકા અને રાજ્ય સરકારની ભાગીદારી 15 ટકા છે. જ્યારે સંબંધીત સરકારી બેંકની 35 ટકા મૂડી હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Holiday, આરબીઆઇ, એસબીઆઇ

    આગામી સમાચાર