Bank Holiday in May 2022: મે મહિનામાં કુલ 11 દિવસ બંધ રહેશે બેંક, ફટાફટ જાણી લો RBIની યાદી
Bank Holiday in May 2022: મે મહિનામાં કુલ 11 દિવસ બંધ રહેશે બેંક, ફટાફટ જાણી લો RBIની યાદી
એસબીઆઈ (ફાઇલ તસવીર)
Bank Holiday in May Month 2022: અહીં એક વાત નોંધવી રહી કે દર રાજ્યમાં તહેવાર પ્રમાણે બેંક અલગ અલગ દિવસોમાં બંધ રહે છે. દા.ત. કોઈ તહેવારને કારણ ગુજરાતમાં બેંકો બંધ હોય તો મહારાષ્ટ્રમાં આ જ દિવસે બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે.
મુંબઇ. Bank Holiday in May Month 2022: બે દિવસ પછી મે મહિનો શરૂ થઈ રહ્યો છે. મે મહિનામાં તહેવાર અને રજાઓને કારણે કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. મે મહિનામાં ઈદ-ઉલ-ફિત્ર, બુદ્ધ પૂર્ણિમા, ગુરુ રવીન્દ્રનાથ જયંતીને કારણે બેંકમાં રજા રહેશે. ભારતીય રિઝર્વ બેંક દર વર્ષે બેંક હોલિડે કેલેન્ડર જાહેર કરે છે. જેમાં દરેક રાજ્યમાં બેંકો કયા દિવસોમાં બંધ રહેશે તેની વિગત હોય છે. મે મહિનાની શરૂઆત પહેલા જ અમે તમને આગામી મહિનામાં કઈ કઈ તારીખે બેંકો બંધ રહેશે તેની યાદી આપી રહ્યા છીએ.
અહીં એક વાત નોંધવી રહી કે દર રાજ્યમાં તહેવાર પ્રમાણે બેંક અલગ અલગ દિવસોમાં બંધ રહે છે. દા.ત. કોઈ તહેવારને કારણ ગુજરાતમાં બેંકો બંધ હોય તો મહારાષ્ટ્રમાં આ જ દિવસે બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે બીજી મેના રોજ ઈદ-ઉલ-ફિત્ર હોાથી તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકો બંધ રહેશે. જ્યારે આ સિવાયના શહેરોમાં ત્રીજી મેના રોજ ભગવાન પરશુરામ જયંતિ, અક્ષત તૃતિયા, બસવા જયંતી અને રમઝાન ઈદનો તહેવાર હોવાથી બેંકો બંધ રહેશે.
મે મહિનામાં બેક રજાઓ (Bank holidays in May 2022)
02 May 2022: રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) 03 May 2022: ભગવાન પરશુરામ જયંતી, રમઝાન ઈદ, અક્ષય તૃતિયા, બસવા જયંતી, 09 May 2022: ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતી હોવાથી પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં બેંકો બંધ રહેશે. 16 May 2022: બુદ્ધ પૂર્ણિમા
ઉલ્લેખનીય છે કે રજાઓના દિવસે બેંકોમાં બ્રાંચ પર જઈને કામ થઈ શકતું નથી. જોકે, તમે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ મારફતે પૈસા ટ્રાન્સફરથી લઈને અનેક કામો કરી શકો છો.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ તપાસી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર