નવી દિલ્હી : સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં (Bank Privatisation)દેશભરમાં બેંકો ફરી હડતાળ (Bank Strike)પર જશે. અખિલ ભારતીય બેંક કર્મચારી એસોસિયેશનની (AIBEA) કેન્દ્રીય કમિટીએ આ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળ 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થશે. આ વખતે હડતાળમાં દેશભરની બધી સરકારી અને પ્રાઇવેટ બેંકોના કર્મચારીઓ સામેલ થશે.
યૂનાઇડેટ ફોરમ ઓફ બેંક યૂનિયન્સે બે સરકારી બેંકોના ખાનીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચ 2021ના રોજ હડતાળ કરી હતી. આ પછી 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ બેંકિંગ કાનૂન (સંશોધન) વિધેયક 2021ના વિરોધમાં હડતાળ કરી હતી.
‘દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે કરવામાં આવી રહી છે હડતાળ’
સંગઠનના મહાસચિવ સીએચ વેંકટચલમે બધા સંબંધિત બેંક એસોસિયેશન અને સદસ્યોને એક પરિપત્ર જાહેર કરીને આ જાણકારી આપી અને આ હડતાળમાં સામેલ થવા માટે તૈયાર રહેવા કહ્યું છે. એસોસિયેશનના મતે આ ફક્ત લોકોના જીવન બચાવવાની લડાઇ નથી પણ આ દેશની અર્થવ્યવસ્થાને (Indian Economy)બચાવવા માટે પણ કરવામાં આવી રહ્યું છે.
સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઇને સરકારની યોજનાના વિરોધમાં બેંક યૂનિયને ગત મહિને 16 અને 17 ડિસેમ્બરે હડતાળ કરી હતી. ત્યાર બેંકની હડતાળની અસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), સેન્ટ્રલ બેંક અને આરબીએલ (RBL)બેંકના કામકાજ પર અસર પડી હતી. ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા કામ અટકી ગયા હતા.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકોને 1 ફેબ્રુઆરીથી લાગશે વધુ એક ઝટકો
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. 1 જાન્યુઆરીથી પહેલા જ એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારો થઈ ગયો છે. હવે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પહેલી ફેબ્રુઆરી 2022થી વધુ એક ચાર્જ વધારવા જઈ રહી છે. એસબીઆઈના ગ્રાહકોને એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. એસબીઆઈ પહેલી ફેબ્રુઆરીથી IMPS અંગેના નિયમોમાં ફેરફાર (SBI IMPS charges) કરવા જઈ રહી છે. જેમાં એક બાજુ તમને ફાયદો થશે તો બીજી બાજું નુકસાન થવાની સંભાવના છે.
એસબીઆઈના જણાવ્યા પ્રમાણે બે લાખથી પાંચ લાખ રૂપિયા IMPS મારફતે ટ્રાન્સફર કરવા માટે 20 રૂપિયા + GST ચાર્જ લાગશે. ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર 2021ના રોજ IMPS મારફતે રકમ ટ્રાન્સફર કરવાની મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે રિઝર્વ બેંકે મર્યાદા વધારતા હવે દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર