Home /News /business /Saving Account: આ બેંકોએ બચત ખાતાના વ્યાજદરમાં કર્યો ફેરફાર, જાણો નવા રેટ

Saving Account: આ બેંકોએ બચત ખાતાના વ્યાજદરમાં કર્યો ફેરફાર, જાણો નવા રેટ

જો તમે આ બેંકોમાં બચત ખાતું ખોલાવવા માંગો છો તો તે પહેલા નવા વ્યાજ દરોની તપાસ કરી લો

bank interest rate - ફિક્સ ડિપોઝિટના (FD)દર પછી સરકારી (Government bank) અને ખાનગી બેંકોએ ( private bank)હવે બચત ખાતા પર મળતા વ્યાજમાં (Interest rate)ફેરફાર કર્યો છે

    નવી દિલ્હી : ફિક્સ ડિપોઝિટના (FD)દર પછી સરકારી (Government bank) અને ખાનગી બેંકોએ ( private bank)હવે બચત ખાતા પર મળતા વ્યાજમાં (Interest rate)ફેરફાર કર્યો છે. જો તમારે પણ આ બેંકોમાં બચત ખાતું છે તો ખબર પડી જશે કે દરમાં ફેરફારથી તમને નુકસાન થયું છે કે ફાયદો. જો તમે આ બેંકોમાં બચત ખાતું ખોલાવવા માંગો છો તો તે પહેલા નવા વ્યાજ દરોની તપાસ કરી લો. સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB), પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab and Sind Bank)અને ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે (HDFC Bank)આ મહિને બચત ખાતાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. આ પહેલા કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)અને રેકરિંગ ડિપોઝિટ (Recurring Deposit)પર મળનાર વ્યાજ દરોમાં પણ ફેરફાર કરી ચૂક્યા છે.

    એચડીએફસી બેંક (HDFC Bank)આપશે વધારે વ્યાજ

    HDFC Bank ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંકના બચત ખાતોના વ્યાજદરોમાં વૃદ્ધિ કરી છે. વ્યાજની ગણના ખાતાધારકના ખાતામાં પ્રતિદિવસના બેલેન્સ પર થશે. જોકે તે ક્વાર્ટરના આધાર પર આપવામાં આવશે. બેંકે 50 લાખથી ઓછા બેલેન્સવાળા બચત ખાતા પર 3 ટકા વ્યાજ આપશે. 50 લાખથી વધારે અને 1000 કરોડ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 3.50 ટકા વ્યાજ આપશે. 1000 કરોડથી વધારે બેલેન્સ પર ગ્રાહકોને 4.50 ટકા વ્યાજ મળશે. નવી કિંમતો 2 ફેબ્રુઆરી 2022થી લાગુ છે.

    આ પણ વાંચો - Business Idea: બ્લેક રાઇસની ખેતી દ્વારા કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, જાણો કઇ રીતે

    પંજાબ નેશનલ બેંકે કર્યો ઘટાડો

    પંજાબ નેશનલ બેંકે ઘરેલું અને એનઆરઆઈ બચત ખાતા પર વ્યાજ દરમાં 0.05 ટકાનો કાપ કર્યો છે. આ પહેલા બેંકે બચત ખાતામાં 10 લાખ રુપિયાના બેલેન્સ પર 2.80 ટકાની વ્યાજ દર ઓફર કરી હતી. જે હવે 2.75 ટકા હશે. 10 લાખ રૂપિયા અને 500 કરોડ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 2.85 ટકા વ્યાજ મળશે. 500 કરોડ રૂપિયા અને તેનાથી વધારે બેલેન્સ પર 3.25 ટકા વ્યાજ મળશે. નવા દર 3 ફેબ્રુઆરી 2022થી લાગુ છે.

    પંજાબ એન્ડ સિંધ બેંકે પણ કર્યો ફેરફાર

    બેંકે 1 ફેબ્રુઆરી 2022થી બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત 10 કરોડ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 3 ટકા વ્યાજ મળશે, 10 કરોડ રૂપિયા અને તેનાથી વધારે બેલેન્સ પર દરને સંશોધિત કરીને 3.20 ટકા કરી દેવામાં આવી છે. આ ઘરેલું બચત બેંક એનઆરઆઈ/એનઆરઓ ઉપર પણ લાગુ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Business, HDFC Bank, Interest Rate

    विज्ञापन
    विज्ञापन