સાર્વજનિક ક્ષેત્રની 21 અને ખાનગી ક્ષેત્રની ત્રણ મોટી બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2017-18માં ખાતામાં ન્યૂનતમ બેલેન્સ ન રાખવાના નિયમથી 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્કિંગ આંકડાઓમાં આ વાત બહાર આવી છે. આ મામલે દંડ વસુલવામાં ભારતીય સ્ટેટ બેન્ક ટોચ પર છે. ભારતીય સ્ટેટ બેન્કે દંડના 4989.55 કરોડ રૂપિયામાંથી અડધો અડધ 2433.87 કરોડ રૂપિયાવસુલ્યા છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈને ગત નાણાકીય વર્ષમાં 6547 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જો બેન્કને આ રકમ વધારાની કમાણી તરીકે મળી ન હોત તો તેનું નુકસાન વધારે રહ્યું હોત.
એસબીઆઈ પછી એચડીએફસી બેન્કે 590.84 કરોડ રૂપિયા, એક્સિસ બેન્કે 530.12 કરોડ રૂપિયા અને આઈસીઆઈસીઆઈ બેન્કે 317.60 કરોડ રૂપિયા વસુલ્યા છે. એસબીઆઈએ 2012 સુધી ખાતામાં મિનિમમ રકમ ન હોવાથી દંડ વસુલ્યો હતો. તેણે આ વ્યવસ્થા એક ઓક્ટોબર 2017થી ફરી શરૂ કરી છે. જોકે મિનિમમ
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર