ઓછા વ્યાજ દર પર ગોલ્ડ લોન આપતી ટોપ-10 બેન્કની યાદી, અહીં મેળવો EMI સહિતની જાણકારી

ગોલ્ડ લોન

બેન્ક અને નોન-બેન્કિંગ કંપનીઓ (NBFC) ગોલ્ડ લોનની સુવિધા આપે છે. આ લોન સૌથી સસ્તી, તાત્કાલિક રોકડ પ્રદાન કરતી અને સમસ્યારહિત વિકલ્પોમાંથી એક છે.

 • Share this:
  નવી દિલ્હી : નાણાકીય જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ગોલ્ડ લોન ખૂબ જ મદદ કરે છે. આકસ્મિક રીતે ઊભી થયેલ નાણાકીય જરૂરિયાત હોય કે પછી બિઝનેસ. આવા સમયે ગોલ્ડ લોનથી તમને મદદ મળે છે. પર્સનલ લોનની સરખામણીમાં ગોલ્ડ લોન સસ્તી છે. બેન્ક અને નોન-બેન્કિંગ કંપનીઓ (NBFC) ગોલ્ડ લોનની સુવિધા આપે છે. આ લોન સૌથી સસ્તી, તાત્કાલિક રોકડ પ્રદાન કરતી અને સમસ્યારહિત વિકલ્પોમાંથી એક છે. અહીંયા ઓછા વ્યાજ પર ગોલ્ડ લોન આપતી 10 બેન્કોની યાદી આપવામાં આવી છે.

  કોઈપણ ગોલ્ડ લોન લઈ શકે છે

  18 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ ગોલ્ડ લોન લઈ શકે છે. ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા ગિરવે રાખવામાં આવેલ સોનું તમારી નાણાકીય જરૂરિયાત માટે પર્યાપ્ત છે કે નહીં તે નક્કી કરવું જરૂરી છે. 24 કેરેટ સોનાનું મૂલ્ય ઓગસ્ટમાં 10 ગ્રામ માટે રૂ. 56,000થી અધિક થયા બાદ ઓછું થવા લાગ્યું છે. માર્ચમાં રૂ. 44,000 (24 કેરેટ સોનુ, 10 ગ્રામ)થી નીચે આવ્યા બાદ એપ્રિલમાં તેની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

  આ પણ વાંચો - નોકરી મૂક્યા બાદ EPFમાં પડેલી રકમનું શું? એકાઉન્ટમાં વ્યાજ મળશે? આ રહ્યા મૂંઝવતા પ્રશ્નોના જવાબ

  1. પંજાબ એન્ડ સિંઘ બેન્ક વ્યાજ દર 7.00%, EMI- રૂ.15,439

  2. બેન્ક ઓફ ઈન્ડિયા: વ્યાજ દર 7.35%, EMI- રૂ .15,519

  3. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા: વ્યાજ દર 7.50% EMI- રૂ . 15,553

  4. કેનરા બેન્ક: વ્યાજ દર 7.65% EMI- રૂ . 15,588

  5. કર્ણાટક બેન્ક: વ્યાજ દર 8.42% , EMI- રૂ . 15,765

  6. ઈન્ડિયન બેન્ક: વ્યાજ દર 8.50%, EMI- રૂ . 15,784

  7. યૂકો બેન્ક: વ્યાજ દર 8.50%, EMI- રૂ . 15,784

  8. ફેડરલ બેન્ક: વ્યાજ દર 8.50%, EMI- રૂ . 15,784

  9. પંજાબ નેશનલ બેન્ક: વ્યાજ દર 8.75%, EMI- રૂ . 15,784

  10. યૂનિયન બેન્ક: વ્યાજ દર 8.85%, EMI- રૂ . 15,865

  આ પણ વાંચોરાહતના સમાચાર : 'ભારત સરકાર રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી'

  કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે

  ગોલ્ડ લોન માટે આઈ ડી પ્રૂફ તરીકે મતદાન કાર્ડ, આધારકાર્ડ અથવા પાન કાર્ડ જમા કરાવવાનું રહે છે. રહેઠાણના પુરાવા તરીકે વીજળી અથવા ટેલિફોન બિલ જમા કરાવવાનું રહે છે. તે સાથે ફોટોગ્રાફ આપવાનો રહેશે. બેન્ક આવકનો કોઈ પુરાવો માગે તો આવકનો પુરાવો પણ જમા કરાવવાનો રહેશે. દરેક બેન્કના અલગ-અલગ વ્યવહાર હોય છે. તમને રૂ. 20 હજારથી લઈને રૂ. 25 લાખ સુધીની ગોલ્ડ લોન પણ મળી શખે છે. તમારે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીમાં લોન ચૂકવવાની રહે છે.
  First published: