સરકારે પહેલીવાર સ્વીકાર્યું, નોટબંધીમાં ચાર લોકોએ ગુમાવ્યો જીવ

News18 Gujarati
Updated: December 19, 2018, 11:43 AM IST
સરકારે પહેલીવાર સ્વીકાર્યું, નોટબંધીમાં ચાર લોકોએ ગુમાવ્યો જીવ
નોટબંધી દરમિયાન લાઇનમાં ઊભેલા લોકો (ફાઇલ ફોટો)

નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓએ અને લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે જીવ ગુમાવ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બે વર્ષ પસાર થયા બાદ પણ નોટબંધી એક મોટો મુદ્દો બની રહ્યો છે. સરકારે તેને લઈને પૂછેલા સવાલોના જવાબમાં સંસદને જણાવ્યું કે નોટબંધીના વર્ષ 2016-17માં નોટોની પ્રિન્ટિંગનો ખર્ચ વધી 7,965 કરોડ રૂપિયા સુધી થઈ ગયો હતો. સરકારે એમ પણ સ્વીકાર્યું કે નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓએ અને લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે જીવ ગુમાવ્યો હતો. એક અન્ય જવાબમાં એમ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટ પરત લેવા પર વિચાર નથી કરી રહી.

નાણા મંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગો ખર્ચ 7,965 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ 2017-18માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને 4,912 કરોડ રૂપિયા ખર્ચ થયો. જવાબમાં કહેવામાં આવ્યું કે નોટબંધીના પહેલા 2015-16માં નોટોની પ્રિન્ટિંગ પર 3,421 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.

આ ઉપરાંત નોટોને દેશભરમાં મોકલવા પર 2015-16, 2016-17 અને 2017-18માં ક્રમશ: 109 કરોડ, 147 કરોડ અને 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણા મંત્રીએ આ જવાબ નોટબંધીના કારણે આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચના સંબંધમાં પૂછેલા સવાલ પર આપ્યો.

જેટલીએ જણાવ્યું કે એસબીઆઈએ નોટબંધી દરમિયાન ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થવાની જાણકારી આપી. બેંકે મૃતકોના પરિવારોને વળતર પેટે 44.06 લાખ રૂપિયા આપ્યા. જેમાંથી ત્રણ લાખ રૂપિયા મૃતક ગ્રાહકના પરિવારને આપવામાં આવ્યા.

આ પણ વાંચો, મોદી સરકારે તૈયાર કર્યો પ્લાન, હવે BA, MA કરનારા વિદ્યાર્થીઓને મળશે નોકરી

સીપીએમના ઈ. કરીમે નોટબંધી દરમિયાન બેંકોમાં નોટ બદલનારાઓની લાઇનમાં લાગેલા લોકોના મોતની વિગતો માંગી હતી. જેના જવાબમાં જેટલીએ આ વાતો કહી.સરકારે મંગળવારે એ વાતનો ઇન્કાર કર્યો કે ચલણથી બહાર થયેલા અને જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટોને પરત લેવા માટે વિચારી રહી છે. નાણા રાજ્યમંત્રી પી. રાધાકૃષ્ણને રવિ પ્રકાશ વર્મા અને નીરજ શેખરના સવાલનો લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી.

તેમણે કહ્યું કે નવી બેંક નોટોનું સામાન્ય જીવનકાળ હોવાની આશા કરવામાં આવી રહી છે, કારણ કે 2016 સીરીઝની બેંક નોટો માટે પ્રયોગની મશીનો, નિર્માણ પ્રક્રિયા અને કાચો માલ, સુરક્ષા વિશેષતાઓ વગેરે છે, જે અગાઉની સીરીઝમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. કાચા માલ હેઠળ કાગળ અને શહી વગેરે આવે છે.
First published: December 19, 2018
વધુ વાંચો
अगली ख़बर