બેન્કિંગ સ્ટોક ખરીદવાનો શ્રેષ્ઠ સમય પાકી ગયો કે નહીં? જાણો નિષ્ણાંત સંજીવ ભસીને શું કહ્યું

પ્રતિકાત્મક તસવીર

અગાઉના પીક્સને અપડેટ અંગે તેમણે કહ્યું હતું કે, RBL બેંક તેમણે 202થી 208 સુધી સૂચવી હતી. જેની કિંમત આજે રૂ. 223 છે. તેનો કેશ રેશિયો ખૂબ સારો રહ્યો છે.

  • Share this:
વર્તમાન સમયે શેરબજારમાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે. લોકો અલગ અલગ સ્ટોક તરફ નજર દોડાવી રહ્યા છે. ત્યારે IIFL સિક્યોરિટીઝના ડાયરેક્ટર સંજીવ ભસીને બેન્કિંગ શેરો તરફ પોઝિટિવ દૃષ્ટિકોણ બતાવ્યો છે. ભસીને સીએનબીસી આવાઝને કહ્યું હતું કે, બેન્કિંગ શેરો માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં. બેંક નિફ્ટી આગામી દિવસોમાં વધીને 37000 સુધી જઈ શકે છે. તેથી જ આજે મારા ટોપ પીક્સ બેન્કિંગ ક્ષેત્રના છે.

અગાઉના પીક્સને અપડેટ અંગે તેમણે કહ્યું હતું કે, RBL બેંક તેમણે 202થી 208 સુધી સૂચવી હતી. જેની કિંમત આજે રૂ. 223 છે. તેનો કેશ રેશિયો ખૂબ સારો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભસીનને શેર બજારોનો બહોળો અનુભવ છે. સંજીવ ભસીન છેલ્લા 32 વર્ષથી બજાર સાથે સંકળાયેલા છે. તેઓ બજારોમાં થતી હિલચાલ પર નજર રાખે છે. IIFL સિક્યુરિટીઝના ગ્રાહકો સ્ટોક અંગે તેમણે આપેલી ટીપ્સથી નફો કમાઇ રહ્યા છે.

Explained: શું ફલૂની રસી બાળકોને કોરોના સામે સુરક્ષિત કરે છે? અહીં જાણો શું કહે છે નિષ્ણાંતો

આ દરમિયાન બજાર અંગે પોતાનો અભિપ્રાય આપતાં સંજીવ ભસીને સીએનબીસી-આવાઝને જણાવ્યું હતું કે, બજારમાં તેજી છે. ગઈકાલે સેન્સેક્સમાં નવો હાઈ જોવા મળ્યો હતો, અલબત ટાટા મોટર્સના સમાચારને કારણે નિફ્ટીમાં થોડી નબળાઇ જોવા મળી હતી. આજે ટાટા મોટર્સની સ્પષ્ટતા પણ આવી શકે છે. છેલ્લા 6 મહિનામાં અમેરિકાના માર્કેટમાં યીલ્ડમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ગાંધીનગર: ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી અને માલિકની ખૂલી ગઇ પોલ

HDFC બેંક - બાય

સંજીવ ભસીને રોકાણકારોને HDFC બેંકમાં રોકાણ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે આ શેર કંસોલિટેડ કરવામાં આવ્યા છે. તેમજ ક્રેડિટ કાર્ડનો મુદ્દો પણ પૂરો થઈ ગયો છે. બેંકની ક્રેડિટ વધતી જાય છે. રીઓપનિંગ બાદ રિવેન્જ સ્પેન્ડિંગ પણ થશે. જુલાઈ-ઓગસ્ટમાં રિવેન્જ સ્પેન્ડિંગ જોવા મળશે, જેનો લાભ આ બેંકને થશે. તેથી તેમાં ખરીદી કરો. તેમણે કહ્યું કે આ સ્ટોકને 1538થી 1540ના સ્તરે ખરીદવો જોઈએ. તેમાં 1600નો ટાર્ગેટ જોવા મળશે. આ સાથે સેફટી માટે 1506નો સ્ટોપલોસ પણ લગાવવો જોઈએ.

બેંક ઓફ બરોડા - બાય

બીજી પસંદગી તરીકે બેંક ઓફ બરોડા તરફ સંજીવ ભસીને ઈશારો કર્યો હતો. આ સ્ટોક ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, PSU બેંકોમાં બેંક ઓફ બરોડા અને કેનરા બેંકે ભંડોળ ઉભું કર્યું છે. તેમની મૂડી વધી છે. યીલ્ડ બાબતે પણ તેમનું પરફોર્મન્સ સારું રહ્યું છે.

તેમણે કહ્યું કે, આ સ્ટોક 85.75થી 86ના સ્તરે ખરીદવો જોઈએ. જેમાં 95નો ટાર્ગેટ જોવા મળશે. સેફટી માટે 84નો સ્ટોપલોસ રાખવો જોઈએ.
First published: