Car Loan લેવી છે તો આ બૅન્ક આપે છે સૌથી સસ્તી

ઉત્સવની સિઝનમાં જો તમે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે જાણીએ કઈ બૅન્કોમાં સૌથી સસ્તી કાર લોન છે જેથી તમારા ખિસ્સા પર EMI નો ભાર ન વધે.

News18 Gujarati
Updated: October 13, 2019, 11:30 AM IST
Car Loan લેવી છે તો આ બૅન્ક આપે છે સૌથી સસ્તી
જાણો, બૅન્ક વ્યાજ દર
News18 Gujarati
Updated: October 13, 2019, 11:30 AM IST
ઉત્સવ સિઝનની શરૂઆત સાથે લોકો નવી ખરીદી કરવાનું શરૂ કરે છે. ઘર હોય કે કાર, આ સિઝનમાં તેમની ખરીદીનું પ્લાનિંગ કરે છે. કાર લોન એ કારની ખરીદી માટે સામાન્ય પ્રથા છે. આનાથી કાર ખરીદવી સરળ બને છે. તેનો સમયગાળો સામાન્ય રીતે 3.5 વર્ષનો હોય છે. જો કે, કેટલીક બૅન્કો કાર લોન ચુકવવા માટે 7 વર્ષ સુધીની મંજૂરી આપે છે. જો તમે પણ આ ઉત્સવની સિઝનમાં કાર લોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે જાણીએ કઈ બૅન્કોમાં સૌથી સસ્તી કાર લોન છે જેથી તમારા ખિસ્સા પર EMI નો ભાર ન વધે.

કાર લોનની અવધિ જેટલી લાંબી છે, એટલા ઓછા EMI તમારે ચૂકવવાના રહેશે. આનાથી કાર શોપિંગ પણ સરળ બને છે અને ખિસ્સા પરનો ભાર વધતો નથી. જો કે, અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે કે લોનની રકમ જેટલી વધારે છે, તેટલું તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. ભૂલશો નહીં કે કાર એક એવી સંપત્તિ છે જેનું મૂલ્ય ઝડપથી ઘટે છે.

આ પણ વાંચો: ખેડૂતોને દિવાળી ભેટ, આટલા રુપિયા સસ્તુ થયું ખાતર, જાણો નવા ભાવ

જો કે, જો તમે ટૂંકા ગાળા માટે કાર લોન લો છો, તો તમારે EMI તરીકે વધુ રકમ ચૂકવવી પડશે. ઉપરાંત જો તમે સમયસર EMI ચૂકવશો નહીં, તો તે તમારી ક્રેડિટ રિપોર્ટને અસર કરશે. કેટલીક શરતો લોનની રકમ પર પણ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે કર્જદાર બૅન્ક કારની એક્સ શો-રુમ જેટલી રકમના નાણાં આપે છે, ત્યારે કર્જદાતા 80 ટકા સુધીની લોન આપે છે. આ સિવાય, તમારે કાર લોન લેવા માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પણ ચૂકવવા પડે છે.



કઈ બૅન્કોની સૌથી સસ્તી છે કાર લોન
Loading...

બૅન્ક વ્યાજ દર
ઓરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સ 8.30-8.75
બૅન્ક ઓફ બરોડા 8.65-10.40
અલ્હાબાદ બૅન્ક 8.65-10.90
સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા 8.65-11.05
કેનેરા બૅન્ક 8.70-9.25
પંજાબ અને સિંઘ બૅન્ક 8.75
બૅન્ક ઓફ મહારાષ્ટ્ર 8.75-10-25
યુકો બૅન્ક 8.85-8.95
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા 8.85-8.95
પંજાબ નેશનલ બૅન્ક 8.90-9.35
ભારતીય સ્ટેટ બૅન્ક 8.90-9.60
ઇન્ડિયન બૅન્ક 9
ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક 9
આ પણ વાંચો: દિવાળી ઑફર: Xiaomiના આ ફોનને માત્ર 149 રુપિયામાં ખરીદો
First published: October 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...