બૅન્કો ATMને જલદી અપગ્રેડ નહિ કરે તો સખત કાર્યવાહી કરાશેઃ RBI

News18 Gujarati
Updated: June 22, 2018, 4:39 PM IST
બૅન્કો ATMને જલદી અપગ્રેડ નહિ કરે તો સખત કાર્યવાહી કરાશેઃ RBI

  • Share this:
બૅન્કોની ATMને અપગ્રેડ કરવાની ધીમી ગતિને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. RBIએ બધી બેંકોને આ સંબંધમાં કડક સૂચના આપતાં જણાવ્યું છે કે આપેલી સમય-મર્યાદાની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે, નહિતર એમને સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે.

RBI દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. આમાં આ કેન્દ્રીય બેન્કે ફરી એકવાર જણાવ્યું છે કે બધી બૅન્કોએ ઓગસ્ટ સુધી એમનાં ATMમાં સુરક્ષાના ફીયર મૂકવાના રહેશે. એટલું જ નહિ, બૅન્કોએ આગામી વર્ષના જૂન સુધીમાં તબક્કાવાર પદ્ધતિથી સંચાલનનું નિયત કરેલું મોડેલ આમાં જોડવાનું રહેશે. આરબીઆઇએ કહ્યું છે કે જો બેન્ક આવું નહિ કરે અથવા એમાં મોડું કરશે તો એમણે સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આની પહેલાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગયા વર્ષના એપ્રિલ મહિનામાં એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. આમાં તેણે બૅન્કોને એમનાં ATM અપગ્રેડ કરવા જણાવ્યું હતું. એમાં વિન્ડોઝ એક્સપી અને આવા જૂના વિન્ડોઝ પર ચાલતાં ATMને લઈ બેંકોને ચેતવવામાં આવી હતી. આની સાથે બેંકોને આ સંબંધમાં જરૂરી સુધારા કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.

તાજેતરના દિવસોમાં ATM દ્વારા થતી છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. છેતરપિંડીથી બચવા માટે આ કેન્દ્રીય બેંક એટીએમને અપગ્રેડ કરવાની બેંકોને સતત સૂચના આપી રહી છે.  આપેલી સમય-મર્યાદામાં જો ATMને નવી સુરક્ષાના ફીચર સાથે અપગ્રેડ નહિ કરવામાં તો બેંકોએ સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે.
First published: June 22, 2018, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading