નવી દિલ્હી. જો આપને બેંક સાથે જોડાયેલું કોઈ પણ કામ છે કે પછી તમે આજે બેંક જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર આપના માટે ખૂબ જરૂરી છે. આપને જણાવી દઈએ કે આગામી 6 દિવસમાં સતત 5 દિવસ બેંકો બંધ (Bank Holidays) રહેશે. 13 એપ્રિલથી લઈને 18 એપ્રિલ સુધી બેંકોમાં રજા રહેશે. નોંધનીય છે કે આ રજા રાજ્ય અને સ્થાનના આધાર પર છે. આરબીઆઇ તરફથી બેંકની રજાઓની યાદી (RBI Bank Holidays List) જાહેર કરવામાં આવે છે.
રિઝર્વ બેંકની યાદીમાં અનેક રજાઓ છે. બેંક જતાં પહેલા આ યાદીમાં ચેક કરી લો કે એપ્રિલ મહિનામાં બેંક કેમ અને કયા-કયા દિવસે બંધ રહેશે જેથી તમે પહેલાથી જ પ્લાન કરી શકો. ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યોમાં 15 દિવસ રજા નહીં રહે કારણ કે કેટલાક તહેવાર કે ઉત્સવ સમગ્ર દેશમાં એક સાથે નથી ઉજવવામાં આવતા.