29 સ્પટેમ્બરથી 4 દિવસ માટે બેંક રહેશે બંધ

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 28, 2017, 6:16 PM IST
29 સ્પટેમ્બરથી 4 દિવસ માટે બેંક રહેશે બંધ
જો આપને બેંક સાથે સંક્ળાયેલાં કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી લે જો. કારણ કે શુક્રવારથી બેંકમાં ચાર દિવસની લાંબી રજાઓ છે
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 28, 2017, 6:16 PM IST

જો આપને બેંક સાથે સંક્ળાયેલાં કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી લે જો. કારણ કે શુક્રવારથી બેંકમાં ચાર દિવસની લાંબી રજાઓ છે. જોકે આપ આપનાં જરૂરી કામ ATM અને નેટ બેંકિંગ દ્વારા પણ કરી શકો છો.


4 દિવસની બેંકની રજાઓ


29 સ્પટેમ્બર - શુક્રવારે રામ નવમીની રજા
30 સ્પટેમ્બર- શનિવારે દશેરાની રજા

1 ઓક્ટોબર- રવિવારની રજા
2 ઓક્ટોબર- સોમવાર ગાંધી જયંતીની રજા


ATM અને નેટ બેંકિંગ દ્વારા કરી શકો છો મહત્વનાં કામ
-લાંબી રજાઓ વાળા આ અઠવાડિયામાં તમે તમારા તમામ કામ નેટ બેંકિંગ અને ATM દ્વારા પતાવી શકો છો
-લાંબા ગાળાની રજાઓને કારણે જનતાને વધુ મુશ્કેલી ન થાય તે માટે શહેરનાં તમામ ATMમાં રૂપિયા મુકી દેવામાં આવશે.
-ATMમાં રૂપિયા જમા કરવવાનો કોન્ટ્રાક્ટ મોટે ભાગે બેંક ખાનગી કંપનીઓને આપે છે જેથી જનતાને કોઇ મુશ્કેલી ન પડે.
-સાથે જ તમે તમારા ડિજિટલ વોલેટ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડથી પણ કોઇપણ મુશ્કેલી વગર શોપિંગ કરી શકો છો.

First published: September 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर