Home /News /business /Digital Transcation: ડિજિટલ રૂપિયાથી એક જ દિવસમાં ₹275 કરોડનો વ્યવહાર, હવે RBI લાવી રહ્યું છે નવું પ્લેટફોર્મ

Digital Transcation: ડિજિટલ રૂપિયાથી એક જ દિવસમાં ₹275 કરોડનો વ્યવહાર, હવે RBI લાવી રહ્યું છે નવું પ્લેટફોર્મ

આરબીઆઈએ ગઈકાલે બેંકોને ડિજિટલ રૂપિયામાં ડીલ કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે.

Digital Transaction: RBIએ રૂપિયામાં વ્યવહાર કરવા માટે 9 બેંકોને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. તેનું નામ NDS-OM (નેગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ - ઓર્ડર મૈચિંગ) પ્લેટફોર્મ છે.

    Digital Rupee Transaction: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરાયેલ ડિજિટલ રૂપિયા'ની પ્રથમ પાયલોટ ટ્રાયલમાં મંગળવારે રૂ. 275 કરોડની સરકારી સિક્યોરિટીઝનો વેપાર થયો હતો. વ્યવહાર 48 સોદામાં થયો હતો. ક્લિયરિંગ કોર્પ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત ડેટામાં વાત સામે આવી છે. ટ્રાયલમાં 9 બેંકોને સામેલ કરવામાં આવી છે.

    જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBCનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ Gujarat Assembly Election: તમારા એક વોટ પાછળ સરકારના કેટલા રુપિયા ખર્ચ થાય છે?

    નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું


    મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ, આરબીઆઈએ ગઈકાલે બેંકોને ડિજિટલ રૂપિયામાં ડીલ કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. તેનું નામ NDS-OM (નેગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ - ઓર્ડર મૈચિંગ) પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ પરના વ્યવહારો તે દિવસે પૂર્ણ થાય છે. જ્યારે પ્લેટફોર્મ સિવાય અત્યાર સુધી જે સિસ્ટમ કાર્યરત છે તેમાં બીજા દિવસે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે.

    આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

    નવું પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે


    નવું પ્લેટફોર્મ ખરીદનારની જરૂરિયાતની વિગતો આપતા દસ્તાવેજનો ઉપયોગ કરે છે અને વેચાણકર્તાને કિંમત અને ચુકવણી સાથે જવાબ આપવા માટે કહે છે. એનડીએસ-ઓએમ પર પ્રવર્તતી કિંમતોના આધારે બેંકો સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરી શકે છે. ખાનગી ક્ષેત્રની બેંકના કેશિયરના જણાવ્યા અનુસાર, વ્યવહાર પૂર્ણ થાય તે પહેલા, બેંકો આરબીઆઈને કેશ રિઝર્વ રેશિયોમાં રાખેલી રોકડને ડિજિટલ રૂપિયામાં કન્વર્ટ કરવા માટે અરજી મોકલે છે. તે ડિજિટલ રૂપિયા ખાતામાં સંગ્રહિત થાય છે કે જે દરેક બેંકે આરબીઆઈ સાથે ખોલ્યું છે. પછી, ટ્રાન્ઝેક્શન આરબીઆઈ દ્વારા કોઈપણ ત્રીજા પક્ષની મદદ વિના પૂર્ણ થાય છે.


    ટ્રાયલ મહિને શરૂ થશે


    હાલમાં, આરબીઆઈ ડિજિટલ રૂપિયાના જથ્થાબંધ સેગમેન્ટની ટ્રાયલ કરી રહી છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે સામાન્ય લોકો માટે પણ તેની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આરબીઆઈનું કહેવું છે કે ડિજિટલ રૂપિયાના ઉપયોગથી ટ્રાન્ઝેક્શનની કિંમતમાં ઘટાડો થવાની આશા છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Banking services, Online Banking, Online Transaction, આરબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन