11 માર્ચથી શરુ થનારી ત્રણ દિવસીય બેંક હડતાળ ટળી, આ છે કારણ

News18 Gujarati
Updated: February 29, 2020, 10:41 PM IST
11 માર્ચથી શરુ થનારી ત્રણ દિવસીય બેંક હડતાળ ટળી, આ છે કારણ
11 માર્ચથી શરુ થનારી ત્રણ દિવસીય બેંક હડતાળ ટળી, આ છે કારણ

આ પહેલા 11થી 13 માર્ચ વચ્ચે સતત ત્રણ દિવસો માટે બેંક હડતાળ થવાની આશંકા હતી

  • Share this:
નવી દિલ્હી : બેંક કર્મચારીઓના વિભિન્ન સંગઠનોની પ્રસ્તાવિત ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળને ટાળી દીધી છે. બેંક કર્મચારીઓના એક સંગઠને ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિયેશને (AIBEA)એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. સંગઠને કહ્યું કે શનિવારે મુંબઈમાં ભારતીય બેંક સંગઠન (IBA) સાથે થયેલી બેઠકમાં સકારાત્મક પ્રગતિ થવાના કારણે હડતાળ ટાળવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા 11 માર્ચથી 13 માર્ચ વચ્ચે સતત ત્રણ દિવસો માટે બેંક હડતાળ થવાની આશંકા હતી. બેંક કર્મચારીઓના પગાર વધારવાની માંગણીને લઈને ઇન્ડિયા બેંક એસોસિયેશન સાથે વાતચીત સફળ રહી ન હતી. આ કારણે હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - દિલ્હી મેટ્રો સ્ટેશન પર લોકોએ લગાવ્યા ‘ગોળી મારો...’ના નારા, 6 લોકોની અટકાયત

બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓના સંગઠનોના સમૂહ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સે આ હડતાળનું આહ્વવાન કર્યું હતું. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ ઓસોસિયેશને એક નિવેદનમાં કહ્યું હતું કે મુંબઈમાં વિભિન્ન કર્મચારી સંગઠનોની IBA સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં સપ્તાહમાં પાંચ દિવસ બેંક ખોલવાના અને પગારમાં 15 ટકા વુદ્ધિ જેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.

IBA વિભિન્ન સંગઠનો દ્વારા ઉઠાવેલા મુદ્દા પર વાતચીત માટે રાજી થઈ ગયું છે. પગાર વધારાને લઈને બેંક કર્મચારીઓનું સંગઠન 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બે દિવસીય હડતાળ કરી ચૂક્યા છે. ઇન્ડિયન બેંક એસોસિયેશને 5 દિવસીય કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ જાહેર રજાઓ વધારે છે. આવામાં શનિવાર અને રવિવારે બેંકની રજાના કારણે સામાન્ય લોકોને પરેશાની થઈ શકે છે.
First published: February 29, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading