Home /News /business /બેંકના કામ હોય તો પતાવી લેજો, આ દિવસે બેંકિંગ અને ATM સેવામાં હશે હડતાળ

બેંકના કામ હોય તો પતાવી લેજો, આ દિવસે બેંકિંગ અને ATM સેવામાં હશે હડતાળ

બેંકના કામ હોય તો જલ્દી પતાવી લેજો

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાળનું આહ્વાન કર્યું છે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ સ્ટોક એક્સચેન્જોને મોકલેલી નોટિસમાં પણ જણાવ્યું છે.

    નવી દિલ્હી: જો તમારે 19 નવેમ્બર શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને અગાઉથી પતાવી દો, કારણ કે આ દિવસે દેશભરની બેંકિંગ સેવાઓ બંધ રહી શકે છે. 19 નવેમ્બરે દેશભરની બેંકોમાં હડતાળ પડી શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ 19 નવેમ્બરે એક દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે.

    બેંક ઓફ બરોડાએ માહિતી આપી

    હડતાલને કારણે આ દિવસે એટીએમ સહિત તમામ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ સ્ટોક એક્સચેન્જોને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને હડતાળની નોટિસ આપી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, AIBEAના સભ્યોએ તેમની માંગણીઓના સમર્થનમાં 19 નવેમ્બર 2021ના રોજ હડતાળ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    બેંક કામગીરી ચાલુ રાખવા જરૂરી પગલાં

    બેંકે કહ્યું કે, હડતાલના દિવસે બેંકની શાખાઓ અને કાર્યાલયોમાં કામ ચાલુ રાખવા માટે તે જરૂરી પગલાં લઈ રહી છે, જો કે, જો હડતાળ થાય તો તે દિવસે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

    બેંકર્સ પર હુમલા વધ્યા

    ઑક્ટોબરની શરૂઆતમાં, AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે એક નિવેદનમાં કહ્યું હતું કે, "યુનિયનના સભ્યો યુનિયનમાં કાર્યરત બેંકરોની લક્ષિત ઉત્પીડનના વિરોધમાં હડતાળ પર જશે. તેમણે કહ્યું હતું કે, "તાજેતરમાં આવા બેંકરો પર હુમલાઓ વધ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમની સામે લેવામાં આવતા તમામ પગલાઓમાં સમાનતા છે. આ હુમલાઓમાં એક ષડયંત્ર છે. ગાંડપણની પણ કોઈ ને કોઈ રીત હોય છે. તેથી આપણે AIBEA ના સ્તરે આ હુમલાઓનો પ્રતિકાર કરવો, બદલો લેવો અને તેનો સામનો કરવો પડશે.”

    આ પણ વાંચો: FD Rates: SBI, HDFC, ICICI જાણો કઈ બેંક એફડી પર કેટલું વ્યાજ આપે છે, રોકાણ કરતા પહેલા અહીં જાણો

    વેંકટચલમ દાવો કરે છે કે, AIBEA યુનિયનના સભ્ય બેંકરોને તાજેતરમાં સોનાલી બેંક, MUFG બેંક, ફેડરલ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની ઘણી બેંકોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે/છટણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 3,300 થી વધુ ક્લાર્ક કર્મચારીઓને એક સ્ટેશનથી બીજા સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે દ્વિપક્ષીય કરાર અને બેંક-સ્તરના કરારનું ઉલ્લંઘન છે.

    વિદેશી બેંક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

    આ દરમિયાન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન્સ (AIBOC) એ પણ વિદેશી બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પર માનવ સંસાધન ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે, વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કરતી વખતે, તેમણે બેંકના સીઈઓને પણ આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની અપીલ કરી છે. યુનિયને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બેંક અનેક રીમાઇન્ડર છતાં એસોસિયેશન ઓફ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઓફિસર્સ (કોલકાતા)ની માન્યતામાં વિલંબ કરી રહી છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Bank holiday, BANK STRIKE, Business news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन