આજે અને કાલે રહેશે બેંક કર્મચારીઓની હડતાળ, સરકારી બેંકોના કામકાજ પર પડશે અસર

બે સરકારી બેંકોના ખાનગીકરણ પ્રસ્તાવના વિરોધમાં દેશવ્યાપી હડતાળમાં લગભગ 10 લાખ બેંક કર્મચારી જોડાશે, આ સેવાઓ પર પડશે અસર

બે સરકારી બેંકોના ખાનગીકરણ પ્રસ્તાવના વિરોધમાં દેશવ્યાપી હડતાળમાં લગભગ 10 લાખ બેંક કર્મચારી જોડાશે, આ સેવાઓ પર પડશે અસર

 • Share this:
  નવી દિલ્હી. દેશની બે બેંકોના ખાનગીકરણ (Privatization) પ્રસ્તાવની વિરુદ્ધ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (United Forum of Bank Unions) હેઠળ આવતા 9 યૂનિયને આજે એટલે કે 15 માર્ચ અને કાલે એટલે કે 16 માર્ચ 2021ના રોજ હડતાળની જાહેરાત (Bank Strike) કરી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA)ના મહાસચિવ સી.એચ. વેંકટચલમે દાવો કર્યો હતો કે લગભગ 10 લાખ બેંક કર્મચારી આ હડતાળમાં સામેલ થશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કેનેરા બેંક (Canara Bank) સહિત અનેક સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને હડતાળના કારણે કામકાજ પર અસર પડવાની જાણકારી આપી છે.

  4 વર્ષમાં 14 બેંકોને કરી વિલય

  બેંકોએ ગ્રાહકોને જોકે એવું પણ જણાવ્યું છે કે આ પ્રસ્તાવિત હડતાળના દિવસે બેંકો અને શાખાઓમાં સારી રીતે કામકાજ કરવા માટે જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે 1.75 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં IDBI બેન્ક ઉપરાંત સરકારે વર્ષ 2021-22માં બે PSU બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુક્યો છે. છેલ્લા 4 વર્ષમાં 14 સાર્વજનિક બેંકોને વિલય પણ કરવામાં આવી છે. ત્યારબાદ હાલ દેશમાં 12 સરકારી બેંકો છે. બીજી તરફ બે બેંકોના નાણાકીય વર્ષ 2021-22માં ખાનગીકરણ થયા બાદ તેની સંખ્યા 10 રહી જશે.

  આ પણ વાંચો, નવો મોબાઇલ ફોન ખરીદતાં પહેલા જરૂર ચેક કરો આ બાબતો, ફોન અસલી છે કે નહીં ખબર પડી જશે!

  હડતાળથી બેન્ક સેવાઓ પર થશે અસર?

  હડતાળના પગલે દેશમાં 15 અને 16 માર્ચના રોજ બેંકો બંધ રહેશે. જેથી સાપ્તાહિક રજા અને હડતાળના કુલ 4 દિવસ દરમિયાન બેન્કિંગ સેવાઓ બંધ રહેશે. જોકે, ATM સેવાઓ કાર્યરત રહેશે. સાથે જ 17 માર્ચ સુધી ચેક ક્લિયરન્સ, એકાઉન્ટ ઓપન કરવા, લોન પ્રોસેસ અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઈશ્યુ કરવાની સેવાઓ પ્રભાવિત રહેશે.

  દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ કહ્યું છે કે, બેંકે બધી શાખાઓમાં અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે. પરંતુ હડતાળના કારણે તેના પર પણ અસર થઇ શકે છે.

  આ પણ વાંચો, 3 દિવસ બાદ SMS સર્વિસ બંધ થઈ જશે અને ફોન પર કોઈ OTP નહીં આવે? જાણો TRAIએ શું કહ્યું...

  ખાનગી બેંકોના કર્મચારીઓ પણ કરશે હડતાલ?

  ઉલ્લેખનીય છે કે, દેશની ખાનગી બેંકો જેમ કે HDFC બેન્ક, ICICI બેન્ક, Kotak Mahindra બેન્ક, Axis બેન્ક and IndusInd બેન્કના કર્મચારીઓ હડતાલ પર નહીં ઉતરે અને રાબેતા મુજબ કામ ચાલશે.
  Published by:Mrunal Bhojak
  First published: