બેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો

બેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો
પ્રતિકાત્મક તસવીર

સભ્યો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે દેશભરમાં બેન્કોના ખાનગીકરણના વિરોધમાં લાંબા સમય સુધી હડતાળ કરવામાં આવશે.

  • Share this:
બેન્કોના ખાનગીકરણને લઈને બેન્ક યુનિયન હડતાળ પર જવાની તૈયારી દર્શાવી રહ્યું છે. સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ પરિષદે સંગઠનો સાથે બેઠક કરી હતી. જેમાં સંગઠનના સભ્યોને આંદોલનને તીવ્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારના બેન્કોના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં હડતાળની ધમકી આપવામાં આવી છે.

હડતાળ લાંબા સમય સુધી ચાલી શકે છેબેઠકમાં દેશભરના વિભિન્ન શહેરોમાંથી 262 જનરલ કાઉન્સિલના સભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આંદોલન તીવ્ર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેન્ક યુનિયન અને તેના સભ્યો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે દેશભરમાં બેન્કોના ખાનગીકરણના વિરોધમાં લાંબા સમય સુધી હડતાળ કરવામાં આવશે.

માર્ચમાં બે દિવસની રાષ્ટ્રીય હડતાળ કરવામાં આવી હતી

અગાઉ પણ બેન્કોના ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચે બે દિવસની રાષ્ટ્રીય હડતાળ કરવામાં આવી હતી. જેમાં લગભગ 10 લાખ બેન્ક કર્મચારીઓએ ભાગ લીધો હતો. બે દિવસની હડતાળ કરતા પ્રથમ દિવસે જ રૂ. 16,500 કરોડના ચેક અને ચૂકવણી પ્રક્રિયા પર અસર થઈ હતી.
હડતાળ દરમ્યાન આ સેવાઓ ચાલુ રહેશે

દિલ્હી પ્રદેશ બેન્ક ઓફિસર્સ એસોસિએશનના મહાસચિવ અશ્વિની રાણાએ News18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે હડતાળ દરમ્યાન બેન્ક બંધ રહેશે. પરંતુ ઓનલાઈન બેન્કિંગ સુવિધા જેમ કે, મોબાઈલ એપ, નેટ બેન્કિંગ, એટીએમ જેવી સેવાઓ ચાલુ રહેશે. બેન્કની મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે, જેના પર હડતાળનો કોઈ પ્રભાવ જોવા નહીં મળે. આજના ડિજિટલ યુગમાં રોકડની લેવડદેવડ, એફડીમાં રોકાણ, લોન ઈંસ્ટોલમેન્ટ, ક્રેડિટ કાર્ડના બિલ સહિત અનેક કામ મોબાઈલથી કરી શકાય છે.

બેન્કનું ખાનગીકરણ

બેન્ક યુનિયનના પ્રતિનિધિ જણાવે છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22માં જણાવ્યું છે કે નામની ઘોષણા કર્યા વગર IDBI બેન્ક સિવાય દરેક સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે.

10 દિવસ બેન્ક બંધ રહેશે

એપ્રિલ મહિનામાં બેન્કમાં 10 દિવસ રજા છે. જેની યાદી અહીંયા રજૂ કરવામાં આવી છે.

10 એપ્રિલ- બીજો શનિવાર

11 એપ્રિલ- રવિવાર

13 એપ્રિલ- મંગળવાર ઉગાડી, તેલુગુ નવુ વર્ષ, બોહાગ બિહુ, ગુડી પડવો, વૈશાખી, બિજુ તહેવાર

14 એપ્રિલ: બુધવાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, અશોકા દ ગ્રેટનો જન્મદિવસ, તમિલ નવું વર્ષ, મહા વિશુબા સંક્રાંતિ, બોહાગ બિહુ

15 એપ્રિલ: ગુરુવાર હિમાચલ દિવસ, વિશુ, બેંગાલી નવુ વર્ષ, સરહુલ

16 એપ્રિલ- શુક્રવાર બોહાગ બિહુ

18 એપ્રિલ- રવિવાર

21 એપ્રિલ: મંગળવાર શ્રી રામ નવમી, ગરિયા પૂજા

24 એપ્રિલ: ચોથો શનિવાર

25 એપ્રિલ: રવિવાર મહાવી જયંતિ
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 16:04 pm