Bank Strike: 23 અને 24 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ, આગામી દિવસોમાં કુલ 11 દિવસ બંધ રહેશે બેંક
Bank Strike: 23 અને 24 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓની હડતાળ, આગામી દિવસોમાં કુલ 11 દિવસ બંધ રહેશે બેંક
એસબીઆઈ (પ્રતીકાત્મક તસવીર)
Bank Strike, Bank Holidays February 2022: ફેબ્રુઆરી મહિનામાં બાકી રહેતા દિવસોમાં જો હડતાળના બે દિવસને પણ ગણી લેવામાં આવે તો કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. કયા કયા દિવસે બેંકો બંધ રહેશે તેની યાદી નીચે પ્રમાણે છે.
મુંબઈ. Bank Strike, Bank Holidays February 2022: બેંકોના કર્મચારીઓ આગામી 23 અને 24 ફેબ્રુઆરીના રોજ હડતાળ (Bank Employees strike) પાડશે. બેંકના કર્મચારીઓ સરકારને શ્રમિક અને જનવિરોધી ગણાવીને હડતાળ પાડી રહ્યા છે. હડતાળ માટે સેન્ટ્ર્લ ટ્રેડ યૂનિયન્સ (CTU) અને અન્ય સંગઠનોએ 23-24 ફેબ્રુઆરીના રોજ હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં દેશની તમામ બેંકોના કર્મચારીઓ સામેલ થશે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ની કેન્દ્રીય કમિટીએ આ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. હડતાળના બે દિવસ ગણી લેવામાં આવે તો ફેબ્રુઆરીના બાકી રહેતા દિવસોમાંથી બેંકો કુલ 11 દિવસ બંધ (Bank holidays in February 2022) રહેશે.
શા માટે હડતાળ?
સંગઠનના મહાસચિવ સીએચ વેંકટચલમે તમામ બેંકો, સંઘો અને સભ્યોને એક પત્ર લખીને આ જાણકારી આપી છે, તેમજ આ હડતાળમાં સામેલ થવા માટે તૈયાર રહેવા કહ્યું છે. તેમણે કહ્યુ કે યૂનાઇટેડ ફોરમ ઑફ યૂનિયન્સે બે સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં ગત વર્ષે 15 અને 16 માર્ચના રોજ હડતાળ કરી હતી. એસોશિએશનના જણાવ્યા પ્રમાણે આ ફક્ત લોકોનું જીવન બચાવવા માટેની લડાઈ નથી, પરંતુ આવું અર્થતંત્રને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
ડિસેમ્બરમાં પણ પાડી હતી હડતાળ
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં તેમજ સરકારની યોજનાનો વિરોધ કરવા માટે બેંક યૂનિયને ગત 16 અને 17 ડિસેમ્બરના રોજ પણ હડતાળ કરી હતી. એ સમયે બેંક હડતાલની અસર SBI, PNB, સેન્ટ્રલ બેંક અને RBL બેંકની કાર્યવાહી પર પડી હતી. ચેક ક્લિયરિંગ, ફંડ ટ્રાન્સફર, ડેબિડ કાર્ડ સાથે જોડાયેલા કામ અટકી ગયા હતા.
ફેબ્રુઆરી મહિનામાં બાકી રહેતા દિવસોમાં જો હડતાળના બે દિવસને પણ ગણી લેવામાં આવે તો કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. કયા કયા દિવસે બેંકો બંધ રહેશે તેની યાદી નીચે પ્રમાણે છે.
1) 15 ફેબ્રુઆરી: મોહમ્મદ હઝરત અલી/લુઈ-નાગઈનો જન્મ દિવસ. ઇમ્ફાલ, કાનપુર અને લખનઉમાં બેંકો બંધ રહેશે.
2) 16 ફેબ્રુઆરી: આ દિવસે ગુરુ રવિવદાસ જયંતિ છે. ચંદીગઢમાં બેંકો બંધ રહેશે.
3) 18 ફેબ્રુઆરી : ડોલયાત્રાને કારણે કોલકાતામાં બેંકો બંધ રહેશે.
4) 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી જયંતિને કારણે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત રવિવારને પગલે (13, 20 અને 27 ફેબ્રુઆરી) તેમજ બીજા અને ચોથા શનિવારને કારણે (12 અને 26 ફેબ્રુઆરી) બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ તપાસી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર