બેંક કર્મચારીઓ બુધવારથી બે દિવસની હડતાલ પર: બેન્કિગ વ્યવસ્થા ખોરવાશે

News18 Gujarati
Updated: May 29, 2018, 11:39 AM IST
બેંક કર્મચારીઓ બુધવારથી બે દિવસની હડતાલ પર: બેન્કિગ વ્યવસ્થા ખોરવાશે
છેલ્લે 2012થી 2017 સુંધી જે વેતન નક્કી કરવામાં આવ્યુ હતુ તેમાં ઇન્ડિનય બેંન્કર્સ એસોશિએશને 15 ટકા વેતનમાં વધારો કર્યો હતો

છેલ્લે 2012થી 2017 સુંધી જે વેતન નક્કી કરવામાં આવ્યુ હતુ તેમાં ઇન્ડિનય બેંન્કર્સ એસોશિએશને 15 ટકા વેતનમાં વધારો કર્યો હતો

  • Share this:
નવી દિલ્હી: આવતી કાલથી બે દિવસ માટે રાષ્ટ્રિયકૃત બેંકોનાં કર્મચારીઓ હડતાલ પર જઇ રહ્યાં છે. નાગરિકોને અનેક પ્રકારની અડચણો પડે તેવી શક્યતા છે અને તેમનાં બેંકોનાં કામો અટવાઇ પડે તેવી શક્યતા છે.

10 લાખથી વધું બેંક કર્મચારીઓ આવતી કાલથી હડતાલ પર જશે. બેંક કર્મચારીઓને આ વખતે માત્ર બે ટકા જ પગાર વધારો આપવામાં આવ્યો છે. આ ઓછા પગાર વધારાથી કર્મચારીઓ નારાજ છે અને દેશભરમાં રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓ બુધવારથી બે દિવસની હડતાલ પર જશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઇ બ્રાન્ચનાં કર્મચારીઓ ધરણા યોજી વિરોધ પ્રદર્શન પણ કરશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનાં સંયોજક દેવીદાસ તુલજાપુરકરે જણાવ્યું કે, માલેતુજારોએ લોન લઇને બેંકોને પાછી ભરપાઇ કરી નથી અને બેંકો ખાડે ગઇ છે. આ માટે બેંકનાં કર્મચારીઓ જવાબદાર નથી. તો પછી શા માટે બેંકનાં કર્મચારીઓનું વેતન યોગ્ય રીતે વધારવામાં આવતું નથી ?”

તેમણે વધુમાં ઉમેર્યુ કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બેંક કર્મચારીઓ થાક્યા વગર કામ કરે છે અને સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરે છે. આ સરકારી યોજનાઓમાં જન ધન યોજના, મુદ્રા યોજના, અટલ પેન્શન યોજના, નોટબંધી યોજનાનો સમાવેશ થાય છે. આ બધાને કારણે બેંકના કર્મચારીઓનાં કામમાં ખૂબ મોટો વધારો થયો છે.

છેલ્લે 2012થી 2017 સુંધી જે વેતન નક્કી કરવામાં આવ્યુ હતુ તેમાં ઇન્ડિનય બેંન્કર્સ એસોશિએશને 15 ટકા વેતનમાં વધારો કર્યો હતો.બુધવારથી શરૂ થતી બે દિવસની બેંક હડતાલમાં દેશભરનાં નવ બેંક કર્મચારીઓનાં યુનિયનો જોડાશે. આ યુનિયનોમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડેરેશન, ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઇઝ એસોશિએશન અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સનો સમાવેશ થાય છે.
First published: May 29, 2018, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading