Saving Account Benefits: તમારી નાણાકીય યાત્રા શરૂ થતાજ તમે પહેલા બેંકમાં બચત ખાતું ખોલો છો. ઘણીવાર લોકો આ પહેલા પણ એકાઉન્ટ ખોલાવી લે છે. બચત ખાતામાં માત્ર તમારા પૈસા જ સુરક્ષિત નથી રહેતા, પરંતુ તેમાં તમને થોડું વળતર પણ મળે છે. તેનો ફાયદો એ છે કે તમે તમારા બચત ખાતામાંથી સરળતાથી પૈસા જમા અથવા ઉપાડી શકો છો. જો કે, સેવિંગ્સ એકાઉન્ટ એ રોકાણ નથી, નિષ્ણાતો તેમાં માત્ર ફાજલ ભંડોળ રાખવાનું સૂચન કરે છે.
બચત ખાતું એકમાત્ર એવું ખાતું છે જે તમને કોઈપણ પરિસ્થિતિમાં સરેરાશ બેલેન્સ પર પણ યોગ્ય વ્યાજ આપે છે. જો તમે આ વ્યાજની રકમ વધારવા માંગતા હોવ તો બચત ખાતામાં બેલેન્સ વધારતા રહો.