Home /News /business /રાહત! હોમ લોન થઈ સસ્તી, વધતા વ્યાજદર વચ્ચે આ સરકારી બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો
રાહત! હોમ લોન થઈ સસ્તી, વધતા વ્યાજદર વચ્ચે આ સરકારી બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો
બધુ લૂંટાવીને ઘર ખરીદવું એક મોટી મૂર્ખતા હોઇ શકે છે. અમુક બાબતોનું ધ્યાન રાખીને અને યોગ્ય નાણાંકીય આયોજન કરીને ઘર ખરીદવાથી તમે ભવિષ્યમાં આવનારા પડકારોથી પોતને અને તમારા પરીવારને બચાવી શકો છો અને તમારા સપનાના મહેલમાં સુખમય જીવન વિતાવી શકો છો. આવું કરવા માટે એક ખાસ ફોર્મ્યુલા છે, જે નોકરિયાત લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે.
Home Loan: જાહેર ક્ષેત્રની બેંક ઑફ મહારાષ્ટ્રે રવિવારે હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે હોમ લોન પર વ્યાજ દર 8.6 ટકાથી ઘટાડીને 8.4 ટકા કર્યા છે.
Home Loan: જો તમે બેંકોના વધતા હોમ લોનના દરથી પરેશાન છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં સતત વધારો કર્યા બાદ મોટાભાગની બેંકોએ લોનના દરમાં વધારો કર્યો છે. દરમિયાન, જાહેર ક્ષેત્રની બેંક ઓફ મહારાષ્ટ્રે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ હોમ લોન પરનો વ્યાજ દર હાલના 8.6 ટકાથી ઘટાડીને 8.4 ટકા કર્યો છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવા દરો 13 માર્ચ, 2023થી લાગુ થશે. આ હોમ લોન 8.4 ટકાના વ્યાજ દર સાથે બેંકિંગ ક્ષેત્રની સૌથી સસ્તી હોમ લોન છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર અર્ધલશ્કરી દળો માટે વિશેષ વ્યાજ દર ઓફર કરી રહી છે જેમાં સંરક્ષણ ક્ષેત્રના વ્યક્તિઓ પણ સામેલ છે. આ લાભ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરો મેળવી શકે છે. આ સિવાય બેંક ઓફ મહારાષ્ટ્રે હોમ લોન પર પ્રોસેસિંગ ફી પણ માફ કરી દીધી છે. આ બેંક હવે હોમ લોન, કાર લોન અને ગોલ્ડ લોન પર કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી વસૂલતી નથી.
બેંક ઓફ બરોડાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે
ગયા અઠવાડિયે, જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ હોમ લોનના વ્યાજ દરમાં 0.40 ટકાનો ઘટાડો કરીને 8.5 ટકા કર્યો હતો. બેંકે MSME લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો હતો. બેંક MSME લોન પર 8.4 ટકાના દરે વ્યાજ વસૂલવાનું શરૂ કરશે. BOB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યાજ દરોમાં બંને ફેરફારો 5 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 સુધી જ લાગુ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર