SBI બાદ આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી Gift, વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો

પ્રતિકાત્મક તસવીર

બેન્ક ઓફ ઈન્ડીયાએ રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નીતિગત વ્યાજદરમાં ઘટાડાનો પૂરો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : બેન્ક ઓફ ઈન્ડીયા (Bank of India)એ રવિવારે પોતાના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. બેન્ક ઓફ ઈન્ડીયાએ રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નીતિગત વ્યાજદરમાં ઘટાડાનો પૂરો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BOIએ રવિવારે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઘટીને 7.25 ટકા થઈ ગયો છે. લેન્ડર્સ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ આરબીઆઈના રેપો રેટથી લિંક્ડ છે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 એપ્રિલથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે, 27 માર્ચે રિઝર્વ બેન્કના રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો તો, ત્યારબાદ આ 4.4 ટકાના સ્તર પર આવી ગયો હતો.

  બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ 75 બેસિસ પોઈન્ટ ઘટાડી 7.25 ટકા પ્રતિ વર્ષ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ હોમ, વાહન અને એમએસએમઈ ગ્રાહકોને આરબીઆઈ દ્વારા જાહેર દરમાં ઘટાડાનો લાભ પર પારિત કરી ચુક્યા છીએ.

  આ સાથે જ બેન્કે માર્જનિલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ ((MCLR)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ અવધી માટે કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ ઈન્ડીયાએ એક વર્ષથી એક મહિનાના સમયગાળા માટે 0.25 ટકા ઘટાડો કર્યો છે. જ્યારે રાતબરના સમયગાળા માટે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ માટે બેન્કનું એમસીએલઆર હવે ઘટીને 7.95 ટકા વાર્ષિક થઈ ગયું છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ થઈ જશે.

  એસબીઆઈએ સૌથી પહેલા ગ્રાહકોને આપી હતી ગિફ્ટ
  એસબીઆઈએ શુક્રવાર મોડી સાંજે એક્સટર્નલ અને રેપો લિંક઼્ડ લેન્ડિંગ રેટમાં પણ 75-75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેન્કે જાણકારી આપી કે, નવા લેન્ડિંગ રેટ્સ 1 એપ્રિલ 2020થી લાગુ કરી દેવામાં આવશે. એસબીઆઈએ એક્સટર્નલ લેન્ડિંગ રેટ્સમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારબાદ આ 7.80 ટકાથી ઘટી 7.05 ટકા પર આવી ગયો છે. આ પ્રકારે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈના આ નિર્ણય બાદ RLLR 7.40 ટકાથી ઘટી 6.65 ટકાના સ્તર પર આવી ગયો છે.
  Published by:kiran mehta
  First published: