દેના અને વિજયા બેંકનું મર્જર: BOB દેશની ત્રીજી સૌથી મોટી બેંક, 15 લાખ કરોડનો બિઝનેસ

રિઝર્વ બેંકે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, 'વિજયા બેંક અને દેના બેંકનાં ગ્રાહકો એક એપ્રિલથી બેંક ઓફ બરોડાનાં ગ્રાહક માનવામાં આવશે

રિઝર્વ બેંકે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, 'વિજયા બેંક અને દેના બેંકનાં ગ્રાહકો એક એપ્રિલથી બેંક ઓફ બરોડાનાં ગ્રાહક માનવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી: બે સરકારી બેંકો વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થઇ ગયુ છે. આ મર્જર આજે 1 એપ્રિલથી લાગુ પડશે. મર્જર બાદ બેંક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોડટી બેંક બની ગઇ છે. આઝે બેંક ઓફ બરોડાનાં શેર 2.5 ટકા તેજીની સાથે 132 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. મર્જર બાદ વિજયા બેક અને દેના બેંકની તમામ શાખાઓ સોમવારથી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરવા લાગશે. રિઝર્વ બેંકે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, 'વિજયા બેંક અને દેના બેંકનાં ગ્રાહકો એક એપ્રિલથી બેંક ઓફ બરોડાનાં ગ્રાહક માનવામાં આવશે.' કેન્દ્ર સરકારે વધારાનાં ખર્ચાની ભરપાઇ માટે બેંક ઓફ બરોડાને 5,042 કરોડ રૂપિયા આપવાનો ગત અઠવાડિયે નિર્ણય લીધો હતો.'

  મર્જરની યોજના હેઠળ વિજયા બેંકનાં શેર ધારકોને પ્રત્યેક એક હજાર શેરનાં બદલે બેંક ઓફ બરોડાનાં 402 શેર મળશે. દેના બેંકનાં શેર ધારકોને પ્રત્યેક એક હજારનાં શેરનાં બદલે બેંક ઓફ બરોડાનાં 110 શેર મળશે. મર્જર બાદ જોઇન્ટ બોડીનો બિઝનેસ 14.82 લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે. ભારતીય સ્ટેટ બેંક અને ICICI બેંક બાદ હવે બેંક ઓફ બરોડા ત્રીજી સૌથી મોટી બેંક બની ગઇ છે. તેનાં મર્જરથી દેશમાં સરકાર બેંકની સંખ્યા ઘટીને 18 થઇ ગઇ છે.

  દેશમાં બેંકિંગ ક્ષેત્રે 31 માર્ચ 2019નાં રોજ પૂ્રણ થતા નાણાકીય વર્ષ દરમિયાન ઘણાં મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર કરવાની સાથે જ સરકારી ક્ષેત્રે IDBI બેન્કમાં સરકારની 51 ટકા ભાગીદારીને ભારતીય જીવન વીમા નિગમને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

  નાણાંકીય સેવાઓનાં વિભાગને વર્ષ દરમિયાન સાર્વજનિક ક્ષેત્રની બેંકમાં રેકોર્ડ 1.06 લાખ કરોકડ રૂપિયાનું ભંડોળ પણ મુક્યું. તેનાં પરિણામસ્વરૂપ સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, ઇલાહાબાદ બેંક સહિત પાંચ બેંક રિઝર્વ બેંકની ત્વરિત સુધારાત્મક કાર્યવાહીની નજરથ બહાર આવી ગઇ. આ દરમિયાન બેંકની ગેર-નિષ્પદિત રકમ (NPA) 2018-19ની એપ્રિલ-સેપ્ટેમ્બર ત્રણ માસમાં 23,860 કરોડ રૂપિયા ઘટી છે.
  Published by:Margi Pandya
  First published: