BoBના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો નાણાની લેવડ-દેવડ, જાણો કારણ

BoBના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો નાણાની લેવડ-દેવડ, જાણો કારણ
દેના બેંક અને વિજયા બેંકના IFSC Codeમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, તમે પણ ફટાફટ મેળવી લો નવા કોડ નહીં તો...

દેના બેંક અને વિજયા બેંકના IFSC Codeમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, તમે પણ ફટાફટ મેળવી લો નવા કોડ નહીં તો...

  • Share this:
    નવી દિલ્હીઃ જો તમારું પણ બેંક ઓફ બરોડા (Bank of Baroda)માં ખાતું છે તો આપના માટે આ મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક (Vijaya Bank)નું BoBમાં મર્જર કરી દીધું હતું, ત્યારબાદ આ બેંકોના ગ્રાહક બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. પહેલી માર્ચ બાદથી બેંક પોતાના IFSC Codeમાં ફેરફાર કરવા જઈ રહી છે. તો તમે હવે ફટાફટ પોતાનો નવો IFSC Code નોંધી લો નહીં તો 1 માર્ચ 2021 બાદ તમે નાણા ટ્રાન્સફર નહીં કરી શકો.

    BoBએ ટ્વીટ કરીને આપી જાણકારી



    બેંકે જણાવ્યું કે પહેલી માર્ચ બાદ ગ્રાહકોને જૂના IFSC Code કામ નહીં કરે. દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડા (Bank of Baroda)એ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે, પ્રિય ગ્રાહકો કૃપયા ધ્યાન દો, ઇ-વિજયા અને ઇ-દેના IFSC Code 1 માર્ચ 2021થી બંધ થવા જઈ રહ્યા છે. ઇ-વિજયા અને દેના બેંકની શાખાઓ પરથી તમે નવા IFSC Code પ્રાપ્ત કરી લો. ચરણોનું પાલન કરો અને સુવિધાઓનો અનુભવ લો.



    આ પણ વાંચો, Gold Silver Price Today: આજે ફરી સસ્તા થયા સોના-ચાંદી, ખરીદતાં પહેલા ચેક કરી લો આજનો ભાવ

    ટોલ ફ્રી નંબર પર કરી શકો છો કૉલ


    જો તમે IFSC કોડને લઈ કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમે 1800 258 1700 આ ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકો છો કે પછી તમે બેંકની બ્રાન્ચ પર પણ વિઝિટ કરી શકો છો.

    મેસેજ કરીને મેળવો માહિતી

    આ ઉપરાંત તમે મેસેજ પણ મોકલી શકો છે. મેસેજમાં આપને લખવાનું છે "MIGR Last 4 digits of the old account number" હવે તમે મેસેજને આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 8422009988 પર મોકલી દો.

    આ બેંકોના પણ બદલાઈ શકે IFSC Code

    આ ઉપરાંત પંજાબ નેશનલ બેન્કે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઓરિએન્ટ્લ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ આપને બેંકથી નવા કોડ અને ચેકબુક લેવા પડશે.

    આ પણ વાંચો, બજેટની EPF ટેક્સ ગૂગલી : શું તમારે નિવૃત્તિની વ્યૂહરચના ફરીથી કરવી જોઈએ?

    ગ્રાહકો પર શું થશે અસર?

    IFSC Codeના ફેરફારથી ખાતાધારકો પર અસર પડશે. નોંધનીય છે કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ નંબરની સાથે બેંકનો IFSC એટલે કે ઈન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ એડ કરવો પડે છે. તો તમે ફટાફટ આપના નવા IFSC કોડને જાણી લો નહીં તો 1 માર્ચથી નાણા ટ્રાન્સફર નહીં કરી શકો.
    Published by:Mrunal Bhojak
    First published:February 04, 2021, 15:22 pm

    ટૉપ ન્યૂઝ