Home /News /business /

ગુરૂવારથી મોંઘી થશે આ સરકારી બેન્કની લોન, EMI આટલો વધશે

ગુરૂવારથી મોંઘી થશે આ સરકારી બેન્કની લોન, EMI આટલો વધશે

એમસીએલઆર વધવાથી સામાન્ય માણસને સૌથી વધારે નુકશાન થાય છે, કારણ કે તેની લોન મોંઘી થઈ જાય છે.

એમસીએલઆર વધવાથી સામાન્ય માણસને સૌથી વધારે નુકશાન થાય છે, કારણ કે તેની લોન મોંઘી થઈ જાય છે.

  મૌદ્રિક સમીક્ષા નીતિ પહેલા સરકારી બેન્ક ઓફ બરોડા (બીઓબી)એ પોતાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મંગળવારે બેન્ક ઓફ બરોડાએ વ્યાજદરોમાં 0.2 ટકાનો વધારો કર્યો છે. આ વધારાથી હોમ લોન, ઓટો અને અન્ય લોન મોંઘી થઈ જશે.

  ગુરૂવારથી થશે લાગુ

  બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે, MCLRમાં ફેરફાર ગુરૂવારથી પ્રભાવિત થશે. નિવેદન અનુસાર, ત્રણ મહિનાની એમસીએલઆર 8.30 ટકા વાર્ષિકથી વધારી 8.50 ટકા થઈ ગઈ છે. આ રીતે 6 મહિનાની લોન માટે આ દર વધારી 8.50 ચકા વાર્ષિકથી વધારી 8.70 ટકા કરી દેવામાં આવ્યા છે.

  એક વર્ષના સમયગાળાની લોન માટે વ્યાજદર 0.1 ટકા વધારી 8.75 ટકા થઈ ગયા છે. મોટાભાગની લોનના દર એક અવધીના એમસીએલઆરને આધાર બનાવી નક્કી કરવામાં આવે છે. બેન્ક ઓફ બરોડા દ્વારા વ્યાજદરમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્કના દ્વિમાસિક મૌદ્રીક નીતિનું પરિણામ ગુરૂવારે આવવાનું છે.

  શું છે એમસીએલઆર - તમને જણાવી દઈએ કે, એમસીએલઆર તેવા દર હોય છે, જેના પર કોઈ બેન્કમાંથી મળતા વ્યાજના દર નક્કી થતા હોય છે. આનાથી ઓછા દર પર દેશની કોઈ પણ બેન્ક લોન નથી આપી શકતી, સામાન્ય ભાષામાં આ આધાર દર જ હોય છે.

  એમસીએલઆર વધવાથી સામાન્ય માણસને નુકશાન - એમસીએલઆર વધવાથી સામાન્ય માણસને સૌથી વધારે નુકશાન થાય છે, કારણ કે તેની લોન મોંઘી થઈ જાય છે, અને તેને પહેલાની તુલનામાં વધારે ઈએમઆઈ આપવી પડે છે. આ સામાન્ય મામસ માટે બીલકુલ ઠીક નથી હોતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bank loan, Bank of baroda, Raises, Rates

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन