BOB ગ્રાહકો માટે સારા સમાચાર, હવે બેન્કના કામકાજ માટે આ નંબર સેવ કરી લો, થશે મોટો ફાયદો

પ્રતિકાત્મક તસવીર

હવે જો તમને બેંકિંગના કામથી સંબંધિત કોઈ સમસ્યા અથવા મૂંઝવણ છે, તો તમારે બેંકમાં જવાની જરૂર નથી. બેંકે તેના ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે 2 નવા નંબર જાહેર કર્યા

  • Share this:
    નવી દિલ્હી : દેશની સરકારી બેંક બીઓબી (Bank of Baroda) એ તેના ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. હવે જો તમને બેંકિંગના કામથી સંબંધિત કોઈ સમસ્યા અથવા મૂંઝવણ છે, તો તમારે બેંકમાં જવાની જરૂર નથી. બેંકે તેના ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે 2 નવા નંબર જાહેર કર્યા છે. તમે આ નંબર પર 24 કલાક સેવા મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, તમને આ નંબર પર માત્ર મિસ્ડ કોલ અથવા મેસેજ કરી માહિતી મેળવી શકો છો.

    તમને જણાવી દઈએ કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં નોંધણી કરાવવો પડશે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 84680-01111 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે, ત્યારબાદ તમને તમારા ખાતાના બોલેન્સની માહિતી મળી જશે.

    >> Balance Inquiry - 84680 01111
    >> Mini Statement - 84680 01122
    >> Toll Free Number 24*7 - 1800 258 44 55/1800 102 44 55

    આ સિવાય તમે વધુ માહિતી માટે આ વેબસાઇટ https://www.bankofbaroda.in/contact-us.htm ની મુલાકાત પણ લઈ શકો છો.

    આ પણ વાંચોનોકરીયાત માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી 5 કલાક કામ કરવું પડશે, PF પણ વધશે, જાણો સરકારનો પ્લાન

    એસએમએસ સેવા કેવી રીતે મેળવી શકાય?

    જો તમે એસ.એમ.એસ. સેવાનો લાભ લેવા માંગતા હોય, તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 84680-01122 પર BAL < space > સાથે તમારા બેંક ખાતાના છેલ્લા 4 નંબર સાથે મોકલો. તમે આ નંબર પર MINI <space> અને ખાતાના છેલ્લા 4 નંબરો મોકલીને મીની સ્ટેટમેન્ટ પણ મેળવી શકો છો.

    આ પણ વાંચો - ચોંકાવનારી સત્ય ઘટના : 3 વર્ષ ગર્ભવતી રહ્યા બાદ મહિલાએ આપ્યો બકરાને જન્મ, ડોકટરો હેરાન

    આ પરિવર્તન 1 માર્ચથી થયું છે

    આપને જણાવી દઈએ કે 1 માર્ચ 2021થી વિજયા બેંક (Vijaya Bank) અથવા દેના બેંક (Dena Bank)નો આઈએફએસસી કોડ બદલાઈ ગયો છે. બીઓબીમાં મર્જર થયા પછી, આ બંને બેંકોના કોડ્સ બદલાયા છે, તેથી તમે જલ્દીથી તમારો આઈએફએસસી કોડ અપડેટ કરો. અન્યથા તમને ઓનલાઇન વ્યવહાર કરવામાં મુશ્કેલી આવી શકે છે.
    Published by:kiran mehta
    First published: