Bank of Baroda ઓછા વ્યાજદરે આપી રહી છે હોમ લોન, તમે પણ લો આ ખાસ ઓફરનો લાભ

બેન્ક ઓફ બરોડા હોમ લોન પર જોરદાર ઓફર આપી રહ્યું છે. (ફાઈલ તસવીર)

બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) તમારા માટે શાનદાર ઓફર લઈને આવી છે. ગુરુવારના રોજ હોમ લોન (Home loan)ની શરૂઆતના વ્યાજદર(Interest rate)માં બેન્ક ઓફ બરોડાએ 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

  • Share this:
નવી દિલ્હી:  સસ્તી કિંમતે ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે સારી તક છે. જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) તમારા માટે શાનદાર ઓફર લઈને આવી છે. ગુરુવારના રોજ હોમ લોન (Home loan)ની શરૂઆતના વ્યાજદર(Interest rate)માં બેન્ક ઓફ બરોડાએ 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે અન્ય સરકારી અને ખાનગી બેન્કોએ (Government and private banks) પણ હોમ લોન પર સ્પેશિયલ ઓફર (Special offer on home loan)ની આપી રહી છે. બેન્ક ઓફ બરોડા 6.50 ટકાના વ્યાજ દર પર હોમ લોન આપશે. આ નવા વ્યાજ દર આજથી લાગુ થઈ ગયા છે અને તે 31 ડિસેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

પ્રોસેસિંગ ફી ચૂકવવાની નહીં રહે

જે લોકો નવી લોન માટે અરજી કરી રહ્યા છે કે લોન ટ્રાન્સફર અથવા લોનને રિફાઈનાન્સ કરવા ઈચ્છે છે, તેવા લોકોને બેન્કના આ વ્યાજદરનો લાભ મળશે. હોમ લોન પર ઝીરો પ્રોસેસિંગ ચાર્જની ઓફર 31 ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે.

બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર- મોર્ગેજ એન્ડ અધર રિટેલ એસેટ્સ એચ.ટી.સોલંકીએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘બેન્ક હંમેશા હોમ લોન અને અન્ય રિટેલ લોન પ્રોડક્ટ્સ પર વ્યાજના સૌથી વધુ કોમ્પીટીટીવ વ્યાજદર ઓફર કરવાના પ્રયાસ કરે છે. અમારા ડિજિટલ પ્લેટફોર્મ અને અમારી સમર્પિત ટીમોના માધ્યમથી પ્રક્રિયાને પરેશાની મુક્ત બનાવવામાં આવી છે.’

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના શેરમાં મિનિટોમાં જ કરી 900 કરોડ રૂપિયાની કમાણી!

તાજેતરમાં યસ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો

પ્રાઈવેટ સેક્ટરની યસ બેન્ક (YES Bank)એ તાજેતરમાં પોતાના ગ્રાહકોને એક ખાસ ગિફ્ટ આપી હતી. યસ બેન્કે હોમ લોનના ગ્રાહકો માટે સીમિત અવધિની ખાસ ઓફર હેઠળ માત્ર 6.7 ટકાના વ્યાજદર (Low Interest) ઓફર કર્યો છે. યસ બેન્ક પ્રીમિયમ હોમ લોન (YES Premium Home Loan) નામની ઓફર હેઠળ 90 દિવસ માંટે બેન્ક 6.7 ટકાના શરૂઆતના વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે. મહિલાઓને આ લોન પર 0.05 ટકાની વધારાની છૂટ આપવામાં આવશે. મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજ દર 6.65 ટકાથી શરૂ થશે.
Published by:kuldipsinh barot
First published: