Home /News /business /નવો નિયમ: બેંક હવે આ કારણે ચેક ક્લિયર કરવાનો કરી શકે છે ઇન્કાર
નવો નિયમ: બેંક હવે આ કારણે ચેક ક્લિયર કરવાનો કરી શકે છે ઇન્કાર
બેંક ઑફ બરોડા (Shutterstock તસવીર)
Cheque new rules: પોઝિટિવ પે સિસ્ટમ (PPS) એ એવી સિસ્ટમ છે જેમાં ચેક ઇશ્યૂ કરનારે SMS, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા ચેક લેનારની વિગતો પૂરી પડવાની હોય છે.
નવી દિલ્હી: બેંક ઓફ બરોડા (BOB) ચેકથી નાણાકીય વ્યવહારો બાબતે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે ચેક (Cheque)થી નાણાકીય વ્યવહારો કરતાં ગ્રાહકો પર સીધી અસર થશે. હવે જો તમે નવા નિયમો (New rules of BOB) મુજબ ચેક જમા નહીં કરાવો તો તે કેન્સલ થઈ શકે છે. બેંકે 5 લાખ કે તેથી વધુની રકમ સાથે 1 ઓગસ્ટથી પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System -PPS) લાગુ કરી છે. 1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડા (BOB) દ્વારા ચેક અંગેના નિયમોમાં ફેરફાર કરવા ઉપરાંત અન્ય મોટા ફેરફારો પણ થયા છે.
RBIએ બેંકોને જાન્યુઆરી 2021માં જ PPS લાગુ કરવા માટે કહ્યું હતું, પરંતુ ઘણી બેંકો અત્યારસુધી તેને લાગુ કરી શકી નથી. RBIની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને બેંક ઓફ બરોડા (BOB) એ 1લી ઓગસ્ટથી PPS લાગુ કરી છે. RBI નવી સિસ્ટમ દ્વારા ચેક દ્વારા થતી છેતરપિંડીના કિસ્સા રોકવાનો પ્રયાસ કરી રહી છે.
પોઝિટિવ પે સિસ્ટમ (PPS) એ એવી સિસ્ટમ છે જેમાં ચેક ઇશ્યૂ કરનારે SMS, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા ચેક લેનારની વિગતો પૂરી પડવાની હોય છે. આ વિગતોમાં ચેકની રકમ, લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર, ચેક નંબર અને અન્ય માહિતી સામેલ છે. ચેક ઈશ્યૂ કરનાર ગ્રાહક જો બેંકને આ માહિતી ન આપે તો બેંક ચેક ક્લિયર કરવાનો ઈન્કાર કરી શકે છે.
જૂન મહિનામાં ગ્રાહકોને અપાઈ હતી સૂચના
બેંક ઓફ બરોડા (BOB) એ જૂનમાં જ રૂ. 5 લાખ કે તેથી વધુ રકમ માટે પોઝિટિવ પે સિસ્ટમ (PPS) લાગુ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. જેથી બેંકે કહ્યું છે કે, જો કોઈ ગ્રાહક 1 ઓગસ્ટ, 2022 પછી PPS કન્ફર્મેશન વિના ચેક ઈશ્યૂ કરે છે, તો તેનો ચેક ક્લિયર કરવામાં આવશે નહીં અને ચેક પરત કરવામાં આવશે.
1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડા (BOB) દ્વારા ચેક અંગેના નિયમોમાં ફેરફાર કરવા ઉપરાંત ઘણા મોટા ફેરફારો પણ થયા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. તેમાં ITR ફાઈલ કરવા માટેનો દંડ કરવો, LPGના ભાવમાં ફેરફાર, PM કિસાનનું KYC અને PM ફસલ બીમા યોજનાની નોંધણી બંધ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર