Home /News /business /

બેંક ઓફ બરોડાએ એફડી પર વધાર્યા વ્યાજ દર, જાણો કેટલું મળશે રિટર્ન

બેંક ઓફ બરોડાએ એફડી પર વધાર્યા વ્યાજ દર, જાણો કેટલું મળશે રિટર્ન

બેંક ઓફ બરોડાએ FD પર મળનારા વ્યાજના દરોમાં વધારો કર્યો છે

લોન પર વ્યાજ દર વધવાની સાથે બેંકમાં ડિપોઝીટ પર પણ વ્યાજ દરોમાં વધારો થવા લાગ્યો છે

    નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (RBI) રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજ દરોમાં વધારો શરૂ કરી દીધો છે. લોન પર વ્યાજ દર વધવાની સાથે બેંકમાં ડિપોઝીટ પર પણ વ્યાજ દરોમાં વધારો થવા લાગ્યો છે. આ વચ્ચે જાહેર ક્ષેત્રમાં બેંક ઓફ બરોડા (Bank of Baroda)એ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડી (FD) પર મળનારા વ્યાજના દરોમાં વધારો કર્યો છે.

    28 જુલાઇ, 2022થી નવા દરો લાગુ

    બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી માટે વ્યાજ દરો વધાર્યા છે. નવા દરો 28 જુલાઇ, 2022થી લાગુ થઇ ગયા છે. હવે બેંક ઓફ બરોડા એફડી પર સામાન્ય નાગરિકો માટે 3.00થી 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50થી 6.50 ટકા સુધીના વ્યાજ દરની ગેરેન્ટી આપી રહ્યું છે.

    બેંક ઓફ બરોડાની એફડીના દરો

    બેંકે 7થી 45 દિવસમાં મેચ્યોર થનારી એફડી પર વ્યાજ દર 2.80 ટકાથી વધારીને 3.00 ટકા અને 46થી 180 દિવસમાં મેચ્યોર થનારી એફડી પર વ્યાજ દર 3.70 ટકાથી વધારીને 4 ટકા કર્યો છે. 181થી 270 દિવસ સુધીની ડિપોઝીટ પર બેંક ઓફ બરોડા હવે 4.30 ટકાની જગ્યાએ 4.65 ટકા વ્યાજ દર ઓફર કરશે. બેંક 271 દિવસ અને તેનાથી વધુ તથા 1 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.65 ટકાના દરે વ્યાજ આપશે.

    આ પણ વાંચો: અહીં 5 ગ્રામથી 1 કિલો સોનાનું થશે ટ્રેડિંગ, PM મોદી કરાવશે પ્રારંભ

    1 વર્ષમાં મેચ્યોર થતી એફડી પર હવે 5.30 ટકા વ્યાજ દર મળશે. જે પહેલા 5 ટકા હતો. 1 વર્ષથી 2 વર્ષ સુધીની સમયમર્યાદામાં મેચ્યોર થનારી એફડી પર 5.45 ટકા વ્યાજ દર મળશે. બેંક 2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધી મેચ્યોર થનારી એફડી પર 5.50 ટકા વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે. 3 વર્ષથી વધુથી લઇને 10 વર્ષ સુધી મેચ્યોર થનારી એફડી પર વ્યાજ દર 5.35 ટકાથી વધારીને 5.50 ટકા થઇ ગયો છે.

    ઘણી બેંકોએ એફડી દર વધાર્યા

    હાલમાં જ એસબીઆઇ, એક્સિસ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંઘ બેંક, આઇડીબીઆઇ બેંકે પણ એફડી દરોમાં વધારો કર્યો છે. દરોમાં વધારાનો સિલસિલો આરબીઆઇ દ્વારા રેપો રેટ્સમાં વધારા બાદ શરૂ થયો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bank of baroda, FD, Intrest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन